ધંધુકા તાલુકાના ગલસાણા પ્રાથમિક શાળા ના શિક્ષક અશ્વિનભાઈ ડાભી ને ગુજરાત દ્વારા શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ આપીને સન્માનિત કરાયા - At This Time

ધંધુકા તાલુકાના ગલસાણા પ્રાથમિક શાળા ના શિક્ષક અશ્વિનભાઈ ડાભી ને ગુજરાત દ્વારા શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ આપીને સન્માનિત કરાયા


ધંધુકા તાલુકાના ગલસાણા પ્રાથમિક શાળા ના શિક્ષક અશ્વિનભાઈ ડાભી પ્રાથમિક શિક્ષણ વિભાગ ગુજરાત દ્વારા શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ આપીને સન્માનિત કરવામાં આવ્યા.

શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મેળવતા શિક્ષક શ્રી અશ્વિનભાઈ ડાભી,ગલસાણા પ્રાથમિક શાળા,ધંધુકા

આજે, 26 જાન્યુઆરી 2025 ને પ્રજાસત્તાક દિને ગલસાણા પ્રાથમિક શાળાના શિક્ષકશ્રી અશ્વિનભાઈ ડાભીને પ્રાથમિક શિક્ષણ વિભાગ, ગુજરાત દ્વારા શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ આપીને સન્માનિત કરવામાં આવ્યા. આ એવોર્ડ શિક્ષણના ક્ષેત્રમાં તેમના અદભૂત યોગદાન અને ઉત્કૃષ્ટતા માટે તેમને આપવામાં આવ્યો છે.

આ એવોર્ડ વિદ્યાર્થીઓના શિક્ષણમાં તેમના અસાધારણ કાર્ય અને સમર્પણને ઓળખવાનો એક પ્રયાસ છે.

આ એવોર્ડથી તેઓને તેમના કાર્ય માટે પ્રેરણા મળશે અને વિદ્યાર્થીઓના વિકાસ માટે પ્રોત્સાહન મળશે.

શિક્ષણ વિભાગ ,ગુજરાત રાજ્ય દ્વારા આ વર્ષે પ્રતિભાશાળી શિક્ષક તરીકે સન્માનિત કરી પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવ્યું.

આ એવોર્ડ મેળવવા બદલ તેમને ખૂબ ખૂબ અભિનંદન.


+917600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image