નાણાવટી ચોક પાસે હોકર્સ ઝોનમાં લુખ્ખાઓએ ખાણીપીણીના ધંધાર્થીને ઢોર માર માર્યો
શહેરમાં પોલીસનો ખૌફ જ ન હોય તેમ આવારા તત્વો બેલગામ બન્યા છે ત્યારે તેનો વધુ એક પુરાવો સામે આવ્યો હતો તેમાં નાણાવટી ચોક પાસે આવેલ હોકર્સ ઝોનમાં લુખ્ખાઓએ ખાણીપીણીના ધંધાર્થીને ઢોર માર માર્યો હતો ત્યાંથી નીકળેલા વૃધ્ધને પણ ફટકારતા ઇજા પહોંચી હતી જે સમગ્ર બનાવનો વિડીયો સોશ્યલ મીડિયામાં ભારે વાયરલ થયો છે.
પ્રાપ્ત વિગત મુજબ 150 ફુટ રીંગ, નાણાવટી ચોક પાસે આવેલ હોકર્સ ઝોનમાં ગત રાત્રીના પાંચ શખ્સો બાઇકમાં આવ્યા હતા અને ખાણીપીણીની રેંકડીએ નાસ્તો કર્યા બાદ ખાણીપીણીના ધંધાર્થી સાથે કોઇ બાબતે ઝઘડો કરી માર માર્યો હતો અને ખુરશી, ટેબલ પણ ફંગોળ્યા હતા. દરમ્યાન ત્યાંથી એક વૃધ્ધ પસાર થતા તેમને પણ લુખ્ખાઓએ માર મારતા ઇજા પહોંચી હતી. સમગ્ર બનાવનો વિડીયો વાયરલ થયા બાદ પોલીસે તપાસનો ધમધમાટ આદર્યો હતો.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.