રાજકોટ પંથકમાંથી બે તરુણીના અપહરણ - At This Time

રાજકોટ પંથકમાંથી બે તરુણીના અપહરણ


રતનપર ગામે રહેતા અને ખેતીકામ કરતા યુવાનની 16 વર્ષની પુત્રી ગત તા.5ની રાતે માતા સાથે રૂમમાં સૂઇ ગયા બાદ બીજા દિવસે સવારે ઘરમાં જોવા મળી ન હતી. ભેદી રીતે ગુમ થયેલી પુત્રીની ભાળ મેળવવા સગાં-સંબંધીઓ તેમજ આસપાસ તપાસ કરી હતી. તેમ છતાં પુત્રીની કોઇ ભાળ નહિ મળતા કુવાડવા રોડ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. બીજા બનાવમાં લોઠડા અને ખોખડદળ ગામ વચ્ચે રહેતા પરિવારની 13 વર્ષની દીકરીને અમરેલી જિલ્લાના નૂન કોટડા ગામનો સાયર ઉર્ફે સાયલો પ્રભાત ચારોલા નામનો શખ્સ લગ્નની લાલચ આપી રવિવારે બપોરે ભગાડી ગયો છે. પુત્રીની શોધખોળ દરમિયાન સાયર ઉર્ફે સાયલો ભગાડી ગયાનું જાણવા મળતા આજી ડેમ પોલીસમાં અપહરણની ફરિયાદ નોંધાવી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.