જંગી ગ્રામ પંચાયત દ્વારા મેધવાળ સમાજ ના નિર્વાણ ધામમાં યોજાયો વૃક્ષારોપણ કાર્યક્રમ
વૃક્ષ ધરતીનું ધન કરીએ તેનું જતન ની વાત ને સાર્થક કરવા જંગી ગ્રામ પંચાયત દ્વારા મેઘવાળ સમાજ નિર્વાણ ધામમાં મુખ્ય ગેટથી ઢોલ સંગીત ના સથવારે ૭૦ જેટલા બહેનો અને ભાઈઓ એ ગૌરવભેર વૃક્ષયાત્રા કરી વૃક્ષારોપણના કાર્યક્રમ માં ઉત્સાહભેર જોડાયા હતા
ગ્રામ પંચાયતના સરપંચ સલમાબાનું ગુલમામદભાઈ રાઉમા ની આગેવાનીમાં યોજાયેલ વૃક્ષારોપણ કાર્યક્રમમાં વડ, આંબલી, ઉમરો, ગુલમહોર, લીમડો વગેરેને ૨૫૦ જેટલા રોપાનું વાવેતર કરવામાં આવ્યું જેના માટે જાળીફેન્સીંગનું સહયોગ KFFFDT (કચ્છ ફોડર ફ્રૂટ અને ફોરેસ્ટ ડેવલોપમેન્ટ ટ્રસ્ટ) ના જયેશભાઈ લાલકાના સંકલન થી અનિલભાઈ શાહ (કન્સન ઇન્ડિયા ફાઉન્ડેશન) દ્વારા સહયોગ કરી કરી પર્યાવરણ જતનના સારથી બનવાનું સૌભાગ્ય પ્રાપ્ત કરેલ તેમજ વરસાદની સીજન બાદ ડ્રિપ ફીટ કરવાનું આયોજન છે જેમાં મુખ્ય પાઈપલાઈનનું સહયોગ કરવામાં આવશે અને અન્ય ખર્ચ અને શ્રમદાન લોકો દ્વારા કરવમાં આવશે.
લોકભાગીદારીથી થતા આ કામમાં બહેનોએ ઉત્સાહ પૂર્વક કામ કરી નવ પહેલની શરૂઆત કરી હતી પ્રેમજીભાઈ બારોટે ઢોલ વગાડી અનેરા ઉત્સવની ઝાંખી સાથે માઇક “જંગી ના તો ઝાડવા વાલા” ગીતના સુર રેલાણા જેથી કાયાણી ના વખતમાં રચાયેલ રાસડાએ પરંપરાને તાદ્શ્ય કરેલ અનેરા આ અવસરે ભચાઉ તાલુકા પંચાયતના સામાજીક ન્યાય સમિતિના માજી ચેરમેન વશરામભાઈ આલાભાઇ સોલંકી, ઉપસરપંચ ભારતીબેન જગદીશભાઈ સાચલા, ભીખાભાઈ સોલંકી, જગાભાઇ શામળીયા, દેશરભાઈ સોલંકી, ધરમશીભાઈ દાફડા, સામંતભાઈ દાફડા, સામતભાઈ સોલંકી, હેમાભાઈ શામળીયા, ઉન્નતી સંસ્થાના રમીલાબેન સોંદરવા અને શાંતીબેન વાણીયા, સેતુ અભિયાન કબરાઉનાં નિકિતબેંન વારોત્રા સહયોગી બન્યા હતા.
સરપંચ પ્રતિનિધિ ગુલમામદભાઈ રાઉમા એ ગામલોકોને અનુરોધ કરેલ કે આપના સૌની જવાબદારી છે કે વ્રુક્ષો ની વાવણી બાદ તેનું જતન થાય તેના માટે આપણે પરિવાર દીઠ તેને દતક લઈ લોકભાગીદારીને ઉજાગર કરીએ.
સુ-શાસન ના સારથી સેતુ અભિયાન – ખીમજી કાંઠેચા એ સ્વાગત પ્રવચન કરતા જણાવેલ પાંચ - જ એટલે કે જળ, જંગલ, જમીન, જાનવર અને જણ ના સંયોજન થી બનતી જૈવ વિવિધતા (બાયો ડાયવર્સીટી) નું સમાયોજન એ હાલના બદલતા વાતાવરણમાં ખુબજ જરૂરી છે જે થકી આપને એક – મેક ના પર્યાય બની શકીશું
સાચા મંદિર જળ મંદિર છે જેમાં પાણીની પ્રતિષ્ઠા થકી જળ મંદિરોને દિપાવવાનું પર્યાવરણનું પ્રેરક કાર્ય કરતા જયેશભાઈ લાલકાએ જણાવેલ કે વૃક્ષો વાવીને તેનું જતન કરી પર્યાવરણ ને પવિત્ર બનાવી નિર્વાણ ધામમાં સૌને જવાનું છે તેની શાંતિ અને છાંયા માટે વધુને વધુ વૃક્ષ વાવી ને ઉછેરવાનું અનુરોધ કરેલ, આભાર વિધિ કરતા ભીખાભાઈ જગાભાઇ સોલંકીએ સૌના સાથ થી વૃક્ષ ઉછેર અને જતનની ખાતરી આપવામાં આવેલ
9427392494
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.