અમદાવાદ મ્યુનિસિપલ તંત્રના અધિકારી જ ફૂટેલાં, રખડતા ઢોરના ફોટા મ્યુનિ.અધિકારી જ પશુપાલક સુધી ફોરવર્ડ કરી દે છે
અમદાવાદ,શુક્રવાર,26
ઓગસ્ટ,2022અમદાવાદ શહેરમાંથી રખડતાં ઢોરની સમસ્યા નિવારવા હાઈકોર્ટ
દ્વારા મ્યુનિસિપલ કોર્પોરેશનને કડક કાર્યવાહી કરવા આદેશ આપ્યા છે.આમ છતાં રખડતા
પશુઓ હાલમાં પણ વિવિધ વિસ્તારમાં રખડતા પશુઓ જોવા મળી રહયા છે.આ પાછળ મ્યુનિસિપલ કોર્પોરેશનના ઢોર ત્રાસ અંકુશ
નિવારણ વિભાગના અધિકારી જ ફૂટેલા હોવાની વિગત બહાર આવવા પામી છે.પોતાના મત
વિસ્તારમાં સક્રીય એવા ભાજપના અગ્રણી તેમના વિસ્તારમાં રખડતા ઢોરના ફોટા ઢોર ત્રાસ
અંકુશ વિભાગના અધિકારીને વોટસએપથી મોકલે તો એ ફોટા જે તે વિસ્તારના પશુપાલકને ફોન
નંબર સાથે મોકલાતા હોવાનો કડવો અનુભવ થયો છે.ઘરકા ભેદી લંકા ઢાયે જેવી ઉકિત
મ્યુનિસિપલ તંત્રમાં સચોટ પુરવાર થઈ રહી છે.શહેરના વિવિધ વિસ્તારમાં રખડતા પશુઓ પકડવાની કામગીરી
મ્યુનિસિપલ કોર્પોરેશનના ઢોર ત્રાસ અંકુશ વિભાગ દ્વારા કરવામાં આવે છે એ બાબતથી સૌ
વાકેફ છે.ભાજપના એક અગ્રણી રોજ સવારે તેમના મત વિસ્તારના અલગ અલગ સ્થળોએ રાઉન્ડ લઈ
સ્થાનિક રહીશોની ફરિયાદો ઉકેલવાની સાથે ગંદકી,કચરો નજરે પડતો હોય તો તે અને જે વિસ્તારમાં રખડતા પશુના
ફોટા પાડી ઢોર ત્રાસ અંકુશ નિવારણ વિભાગના ઉચ્ચ અધિકારીને વોટસઅપથી મોકલતા હતા.થોડા
સમય પછી આ ભાજપના અગ્રણી ઉપર પશુપાલકોના ફોન આવવાની સાથે રખડતા પશુના મામલામાં
ટાંગ ના અડાડશો નહીંતર જોવાજેવી હાલત કરીશુ આ પ્રમાણેની ટેલિફોનીક ધમકી આવવાની
શરુઆત થતા ભાજપ અગ્રણી સ્તબ્ધ થઈ ગયા હતા.દરમિયાન તેમણે ખાનગી રાહે તપાસ કરતા
તેમના દ્વારા વિસ્તારમાં રખડતા પશુના જે ફોટા વોટસઅપથી ઢોર ત્રાસ અંકુશ વિભાગના
અધિકારીને મોકલવામા આવતા હતા એ ફોટા ગણતરીની મિનીટમાં જ જે તે વિસ્તારના પશુપાલક
સુધી આ અધિકારી ફોરવર્ડ કરી દેતા હતા. બાદમાં ભાજપ અગ્રણીએ ઢોર ત્રાસ અંકુશ
વિભાગના આ અધિકારી સાથે ટેલિફોન ઉપર આ બાબતમાં ઉગ્ર નારાજગી વ્યકત કરી હતી.સારંગપુર,રાયપુર,મેમનગર વિસ્તારમાં આખા રસ્તા ઢોરવાડામાં ફેરવાઈ ગયા છતાં
કાર્યવાહી નહીંમ્યુનિસિપલ કોર્પોરેશનના ઢોર ત્રાસ અંકુશ વિભાગના દાવા
પ્રમાણે, આ
સપ્તાહમાં અત્યારસુધીમાં કુલ ૧૯૬ રખડતા ઢોર પકડવામાં આવ્યા છે.બીજી તરફ શહેરના સારંગપુર
અને રાયપુર વિસ્તાર ઉપરાંત મેમનગર વિસ્તારમાં દિવ્યપથ હાઈસ્કૂલ વાળા રોડ ઉપર , એલાઇટ
એપાર્ટમેન્ટ અને જૈન દેરાસરની આજુબાજુ છેલ્લા ૪૦ વર્ષોથી ટી.પી.રસ્તા ઉપર દબાણ
કરીને ઢોર રાખવામાં આવી રહયા છે.આ તમામ બાબતથી મ્યુનિસિપલ કોર્પોરેશનના ઢોર ત્રાસ
અંકુશ વિભાગ તરફથી આ વિસ્તારમાં જઈ રખડતા પશુઓ પકડવામાં આવતા નથી.હેલ્થ કમિટીમાં બંધ બારણે થયેલી ફરિયાદ પશુપાલક સુધી પહોંચી
ગઈ હતી
થોડા સમય પહેલા મ્યુનિસિપલ કોર્પોરેશનની હેલ્થ અને સોલીડ
વેસ્ટ મેનેજમેન્ટ કમિટીની બેઠક મળી હતી.આ બેઠકમાં ભાજપના એક સભ્યે તેમના વિસ્તારમાં
રોડ ઉપર રખડતા ઢોર હોવાની ફરિયાદ કરતા સી.એન.સી.ડી.ના અધિકારીએ તપાસ કરાવી લઉ છુ
એવો જવાબ આપ્યો હતો.હદ તો ત્યા થઈ કે કમિટીની બેઠક ચાલતી હતી.બંધ બારણે થયેલી
ફરિયાદ પશુપાલક સુધી પહોંચી જતા ઢોર ત્રાસ અંકુશ વિભાગની ટીમ સ્થળ ઉપર પહોંચે એ
પહેલા પશુઓ ગાયબ કરી દેવાયા હતા.આ ઘટનાથી હેલ્થ કમિટીમાં રખડતા ઢોર અંગે ફરિયાદ
કરનારા કમિટીના સભ્ય પણ હેબતાઈ ગયા હતા.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.