ખોખરામાં અર્બન હેલ્થ સેન્ટરની હેલ્થ વર્કર મહિલાનો પીછો કરી છેડતી
અમદાવાદ,રવિવારખોખરા ખાતે આવેલા અર્બન હેલ્થ સેન્ટરમાં નોકરી કરતી મહિલાને અગાઉ નોકરી કરતા આરોપીઓ દ્વારા પીછો કરીને હેરાન પરેશાન કરતા હતા અને ગાળો બોલીને છેડતી કરતા હતા. આ બનાવ અંગે ખોખરા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.બે આરોપી હેલ્થ સેન્ટર સામે બેસી રહેતા હતા અને આવતા જતા મહિલાને હેરાન પરેશાન કરી ગાળો બોલતા હતાઆ કેસની વિગત એવી છે કે અમરાઇવાડી વિસ્તારમાં રહેતી અને ખોખરામાં અર્બન હેલ્થ સેન્ટરમાં ફીમેલ હેલ્થ વર્કર તરીકે નોકરી કરતી ૨૭ વર્ષની મહિલાએ ખોખરા પાલીસ સ્ટેશનમાં બે આરોપી સામે ફરિયાદ નોંધાવી છે કે મહિલા તેમની ઓફિસમાં બે વર્ષ પહેલા નોકરી કરતા બે શખ્સો તેમનો પીછો કરીને હેરાન પરેશાન કરી રહ્યા છે.આરોપીઓ હેલ્થ સેન્ટર સામે આવેલી ચાની કિટલી પાસે બેસીને મહિલા આવતી જતી હોય ત્યારે જાહેરમાં ગાળો બોલીને છેડતી કરતા હોેવાનો આક્ષેપ ફરિયાદમાં કરવામાં આવ્યો છે. આ બનાવ અંગે ખોખરા પોલીસે ગુનો નોંધી આરોપીઓની ધરપકડ કરવાની કાર્યવાહી હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે અમદાવાદના પૂર્વ વિસ્તારમાં દિન પ્રતિદિન છેડતીના બનાવો વધતાં મહિલાઓની સુરક્ષા જોખમાઇ રહી છે. તેમાંયે ખાસ કરીને આવતી જતી મહિલાઓની છેડતીના બનાવો વધતા જાય છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.