હિંમતનગરના બેરણા રોડ પર ખાડાઓનુ સામ્રાજ્ય - At This Time

હિંમતનગરના બેરણા રોડ પર ખાડાઓનુ સામ્રાજ્ય


હિંમતનગરના બેરણા રોડ પર સામાન્ય વરસાદમાં રોડ તૂટી ઊંડા અને મસ મોટા ખાડા પડી ગયા છે. શહેરમાં અનેક સ્થાનો પર રોડ પર ખાડાઓ પડવા સાથે ગટરોના ઢાંકણા પણ તૂટી જવા છતાં પણ પ્રિમોન્સુનની કામગીરી કરતા તંત્રની લાપરવાહી પ્રથમ દ્રષ્ટિએ જ નજરે તરી આવે છે અને તેનો ભોગ માર્ગ પરથી પસાર થતા વાહન ચાલકોને બનવુ પડે છે. બેરણા રોડ પરથી પોતાના બાળકને એકટીવા પર સ્કુલે મુકવા જતી મહિલાને ખાડામાં પટકાતા ઈજાગ્રસ્ત થયા હતા. તંત્ર કોઈ મોટી ઘટના બને તે પહેલા ખાડાઓ પુરવા સાથે ગટરના ઢાંકણા સરખા કરવા સતર્કતા દાખવશે કે કેમ ?


9601289607
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.