સાત ઘરઘંટી મંગાવી બે ગઠિયાએ રૂા.77800 નું બુચ મારી દિધું
મવડીના વેપારી પાસેથી સાત ઘરઘંટી મંગાવી મુંબઈના શખ્સે પીપલાણાના વેપારીની ઓળખ આપતાં વ્યક્તિ સાથે મળી ઘરઘંટીના રૂપીયા ન ચૂકવી રૂ.77800 ની છેતરપીંડી આચરતા માલવીયા નગર પોલીસ મથકે ફરીયાદ નોંધાઈ હતી.
બનાવ અંગે મવડી પ્લોટ, ટેલીફોન એક્ષચેન્જ પાસે રહેતાં મનોજભાઈ રતીભાઈ ગજજર (ઉ.વ.45) એ નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે મુંબઇ સ્થિત અંબિકા એન્ટરપ્રાઈઝ વાળો સુશીલ અને રાજકોટના પીપલાણામાં આવેલ ભગવતી હાર્ડવેર વાળો પ્રકાશ વોરાનું નામ આપી જણાવ્યું હતું કે, તેઓ ગોંડલ રોડ, મારૂતિ ઈન્ડસ્ટ્રીઝ એરીયામાં પટેલ ક્ધયા છાત્રાલય પાછળ ભગવતી મેન્યુફેકચરીંગ ઘરઘંટી નામનું કારખાનું ચલાવી વેપાર કરે છે.
ગઈ તા.02/09/2024 ના તેઓ કારખાને હતા ત્યારે તેમના મોબાઈલમા સુશીલભાઈનો ફોન આવેલ કે, હુ મુંબઈમા અંબીકા એન્ટરપ્રાઈઝ ધરાવુ છું, અહીં મુંબઈમા ઘરઘંટી વેંચવાનો વેપાર કરૂ છુ, મારે તમારી ઘરઘંટી જોવી છે, તમારી ઘરઘંટીના ફોટા મોકલાવો અને તેઓએ તેમનુ વિજીટીગ કાર્ડ મોકલાવેલ હતુ.
ફરિયાદીએ તેઓને મોબાઈલ ઉપર ઘરઘંટીના ફોટા તથા ડીટેઈલ મોકલાવેલ જેથી સુશીલએ કહેલ કે, સાતેક ઘરઘંટી મોકલાવવાનું કહેતાં તેમને પહેલા પેમેન્ટ મોકલાવવાનું કહ્યું હતું. જેથી તેઓએ કહેલ કે, માલ મળ્યા પછી હું તમને આઠ દિવસમા પેમેન્ટ મોકલાવી આપીશ જેથી તેઓને ના પાડેલ ત્યાર બાદ તેને પ્રકાશ વોરાની ઓળખાણ આપેલ અને કહેલ કે, તે પીપલાણામાં જે.કે.ઈન્ડસ્ટ્રીઝ ધરાવે છે.
તેઓ મને સારી રીતે ઓળખે છે. તેમની પાસેથી હુ માલ મંગાવુ છુ. ત્યારબાદ પ્રકાશ વોરાનો ફોન આવેલ કે, મુંબઈના સુશીલભાઈને તમારે ત્યાથી ઘરઘંટી લેવી છે અને હુ મારૂ વિઝીટીંગ કાર્ડ મોકલુ છુ અને તેઓએ તેમનુ વિજીટીગ કાર્ડ મોકલાવેલ જેમા ભગવતી હાર્ડવેર શેડ નં. 339-ડી, શીવમ સ્ટીલ પાછળ, પીપલાણાનું હતુ અને કહેલ કે, હુ તેમને રેગ્યુલર માલ મોકલુ છુ, તમને ભરોસો ન હોય તો મારા કારખાને આવી જોઈ જજો પાર્ટી રેગ્યુલર છે અને તે પેમેન્ટ ન આપે તો હુ તમને પેમેન્ટ કરી આપીશ.
જેથી પ્રકાશના કહેવાથી ગઈ તા.03/09/2024 ના સુશીલને સાત ઘરઘંટી મોકલાવેલ હતી. જે સાત ઘરઘંટીની કુલ રૂ.77,880 થતી હતી. ત્યાર બાદ સુશીલને મુંબઈ તા.10/09/2024 ના માલ પહોચેલ હતો. આઠ દિવસ બાદ ઘરઘંટીના રૂપીયા માગતા તેઓએ જણાવેલ કે, અત્યારે ગણેશ ઉત્સવ ચાલુ છે થોડો સમય ખમી જાવ હુ તમારૂ પેમેન્ટ મોકલી આપીશ. ત્યારબાદ બંને શખ્સોએ ઘરઘંટીના રૂપીયા ન ચૂકવી ફોન બંધ કરી દઈ છેતરપીંડી આચરી હતી. બનાવ અંગેની ફરીયાદ પરથી માલવીયાનગર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.