બાલાસિનોરમાં મહોરમ પર્વ નિમિત્તે તાજિયા ઝૂલુસ નીકળ્યું - At This Time

બાલાસિનોરમાં મહોરમ પર્વ નિમિત્તે તાજિયા ઝૂલુસ નીકળ્યું


મહીસાગર જિલ્લાના બાલાસિનોર નગર મુસ્લિમ સમાજ દ્વારા કરબલાના શહીદોની યાદમાં મહોરમ પર્વની આસ્થાભેર ઉજવણી કરવામાં આવી હતી અને મુસ્લિમ સમાજ દ્વારા મહોરમ પર્વ નિમિત્તે તાજિયા ઝૂલુસ નીકળ્યું હતું. બાલાસિનોર નગરમાં મુસ્લિમ સમાજ દ્વારા ભારે શ્રદ્ધા અને માતમના પર્વ ગણાતા મહોરમ નિમિતે નગરના કિરકીટવાસ, મુલતાનપુરા, નિશાળ ચોક, તળાવ દરવાજા સહિત અનેક વિસ્તારના તાજીયા આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા વધુમાં હુશેનીચોક વિસ્તાર દ્વારા 32 કિલો ચાંદીનો ઉપયોગ કરી તાજીયા બનાવવામાં આવ્યા. આ તાજીયા બનાવતા એક વર્ષ લાગ્યું હતું. આ પર્વે નગરમાં મુસ્લિમ-હિન્દુ સમાજની એકતા પણ જોવા મળી હતી. સમગ્ર વિસ્તારમાં પોલીસનો લોખંડી બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો
9925468227


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.