117 વીઘામાં રામાયણની થીમ પર રાજકોટમાં લઇ રહ્યું છે આકાર, 98% કામ પૂર્ણ, ભગવાન રામના વનવાસના પ્રસંગો આબેહૂબ કંડાર્યા
ગુજરાતમાં પ્રથમ રાજકોટમાં અર્બન ફોરેસ્ટમાં 47 એકર એટલે કે 117 વીઘાની જગ્યામાં રામ વન આકાર લઇ રહ્યું છે. આજીડેમ નજીક કિશાન ગૌશાળા સામે બની રહેલા રામ વનનું 98 ટકા કામ પૂર્ણ થઈ ચૂક્યું છે. રામ વનની વિશેષતા એ છે કે, ભગવાન રામે કરેલા 14 વર્ષના વનવાસના પ્રસંગો આબેહૂબ કંડારવામાં આવ્યા છે. આ ઉપરાંત ભગવાન રામના જીવન ચરિત્ર સાથે સંકળાયેલા અલગ અલગ પ્રસંગોની ઝાંખીના દર્શન પણ થશે. આગામી જન્માષ્ટમી સુધીમાં રામ વન ખુલ્લું મુકવામાં આવે તેવી શક્યતા છે. હાલ રામ વનનું 2 ટકા બાકી રહેલું નાનુ-મોટુ ફિનિશિંગ કામ ટૂંક સમયમાં પૂર્ણ કરી દેવાશે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.