રાજકોટ P.D.U. હોસ્પિટલ, માં વર્લ્ડ ક્લબફૂટ ડે ની ઉજવણી કરવામાં આવી . - At This Time

રાજકોટ P.D.U. હોસ્પિટલ, માં વર્લ્ડ ક્લબફૂટ ડે ની ઉજવણી કરવામાં આવી .


આજ રોજ પી. ડી. યુ સિવિલ હોસ્પિટલ રાજકોટ ખાતે 3 જૂન, વર્લ્ડ ક્લબ ફુટ ડે ક્યોર ઇન્ટરનેશનલ ઇન્ડિયા ટ્રસ્ટના સહયોગથી પી. ડી. યુ સિવિલ હોસ્પિટલ રાજકોટ ખાતે ક્લબ ફૂટ (વાંકા પગ) જન્મજાત ખોડખાંપણ વર્લ્ડ ક્લબ ફૂટ ડે જનજાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
ક્યોર ઇન્ટરનેશનલ ઇન્ડિયા ટ્રસ્ટના કાર્યક્રમ અંતર્ગત જન્મજાત ખોડખાંપણ ક્લબ ફૂટ (વાંકા પગ ) વિષયે ઉપસ્થિત તમામ ડોકટર અધિકારીશ્રીઓ દ્વારા ક્લબ ફુટ ખામી વિશે માહિતી અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ક્લબ ફૂટના લાભાર્થીઓ તેમના માતા-પિતા સાથે ઉપસ્થિત રહેલા હતા,અને તેમના બાળકોની નિ: શુલ્ક સફળ સારવાર અંગે પ્રતિભાવ આપી હૃદય પૂર્વક આભાર માનવામાં હતો તેમના માટે અલ્પાહાર આપવામાં આવ્યું હતૂ આયોજક ક્લબ ફુટ કાઉન્સેલર રોઝલીન બેન ઓર્થોપેડીક ઓપીડી ,સિવિલ હોસ્પિટલ રાજકોટ


9662147186
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.