ગુરુ બન્યો હેવાન: સગીરાને ચા પીવાના બહાને ફોસલાવી પોતાના મકાને લઈ જઈ આચાર્યએ પૂર્વ વિદ્યાર્થિની ઉપર દુષ્કર્મ આચર્યું - At This Time

ગુરુ બન્યો હેવાન: સગીરાને ચા પીવાના બહાને ફોસલાવી પોતાના મકાને લઈ જઈ આચાર્યએ પૂર્વ વિદ્યાર્થિની ઉપર દુષ્કર્મ આચર્યું


મહીસાગર જિલ્લામા શિક્ષણ જગતને કલંકિત કરતો કિસ્સો સામે આવ્યો છે જેમાં 52 વર્ષના આચાર્યએ પોતાની દીકરીની ઉંમરની સગીરા વિદ્યાર્થિની પર મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચરી પોતાનો હવસનો શિકાર બનાવી સગીરાની પિખી નાખતા સમગ્ર મહીસાગર જિલ્લા સહિત પટેલ સમાજમાં હાહાકાર મચી જવા પામ્યો છે અને હવસના ભૂખ્યા આચાર્ય પર લોકો થું થું કરી ફિટકાર વરસાવી રહ્યા છે
લુણાવાડાની સ્કુલના પૂર્વ શિક્ષક અને થોડા મહિના પહેલાજ જિલ્લાના સંતરામપુર તાલુકાની જાનવડ હાઈસ્કૂલમાં આચાર્ય તરીકે નિયુક્ત થનાર સંતરામપુર તાલુકાના સરસણ ગામના વતની રાજેશ પટેલે સગીરા સાથે મરજી વિરૂદ્ધ દુષ્કર્મ આચરી તેને પીખી નાખી નાખતા સમગ્ર શિક્ષણ જગતને લાંછન લગાડવાનું અને ક્ષીક્ષણ જગતને શર્મશાર કરવાનું કૃત્ય એક આચાર્ય દ્વારા કરવામાં આવતા સમગ્ર જીલામાં હાહાકાર મચી ગયો છે. હવસ ખોર રાજેશ પટેલ પહેલા કિસાન હાઇસ્કુલ લુણાવાડા માં શિક્ષક તરીકે ફરજ બજાવતો હતો ત્યાં ભોગ બનેલ વિદ્યાર્થીની અભ્યાસ કરતી હતી તેથી તે રાજેશ પટેલ ને ઓળખતી હતી અને આ વિદ્યાર્થિની ને કોલેજ અભ્યાસ અર્થે જવાનું હોવાથી પોતાની ખરીદી માટે લુણાવાડા બજારમાં આવી હતી ત્યારે રાજેશ પટેલ મળતા રાજેશ પટેલે વાત કરી અને કીધું બેટા ચલ મારા ઘરે ચા પીને જા બહુ સમયે આવી છે તેમ કહી એકાંત સ્થળે લઈ જઈ આચાર્ય રાજેશ પટેલે વિદ્યાર્થીનીની ભોળવી મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચરી સગીરાને પીંખી નાખી હતી અને ત્યારબાદ સગીરાને તેનાં ગામની સીમમા છોડી રાજેશ પટેલ ભાગી છૂટયો હતો. તો પરિવારે લુણાવાડા પોલીસ સ્ટેશને જાણ કરતા પોલીસે ઘટનાની ગંભીરતા જોઈ આરોપી વિરુદ્ધ પોસ્કો હેઠળ ગુનો દાખલ આગળ ની કાયૅવાહી હાથ ધરી છે અને લુણાવાડા ટાઉન પોલીસે હવસ ખોર આરોપી રાજેશ પટેલને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા હતા.


9925468227
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.