રાજગૃહ બોટાદ ખાતે ઐતિહાસિક પ્રથમવાર ધમ્મ ધ્વજ ફરકાવીને અભિવાદન કરવામાં આવેલ
રાજગૃહ બોટાદ ખાતે ઐતિહાસિક પ્રથમવાર ધમ્મ ધ્વજ ફરકાવીને અભિવાદન કરવામાં આવેલ
તારીખ.૦૮/૦૧/૨૦૨૪ના રોજ રાત્રે ૯.કલાકે પરેશભાઈ રાઠોડના નિવાસ્થાન રાજગૃહ કૈલાસનગર ખસ રોડ બોટાદ ખાતે ભારતીય બૌદ્ધ મહાસભા જીલ્લા શાખા બોટાદ અને સમતા એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટનાં ઉપક્રમે બોટાદ શહેરમાં પ્રથમવાર ઐતિહાસિક વિશ્વ બૌદ્ધ ધમ્મધ્વજ દિવસની ઉજવણી કરવામાં આવેલ જેમાં સૌપ્રથમ વંદના.ત્રિશરણ.પંચશીલ બુદ્ધ વંદના કરીને બૌદ્ધ પરંપરા પ્રમાણે સમ્માન સાથે બૌદ્ધ ધમ્મધ્વજને ફરકાવવામાં આવેલ આ અવસરે ધમ્મ ધ્વજ વંદના બોલવામાં આવેલ જેમાં બૌદ્ધ ઉપાસક.ઉપાસિકાઓ હાજર રહીને બૌદ્ધ પર્વની ઉત્સાહ પૂર્વક ઉજવણી કરવામાં આવેલ તેમજ બોટાદ જિલ્લામાં ધમ્મ કાંરવાને ગતિમાન કરવા માટે અગત્યની મિટિંગ પણ રાખવામાં આવેલ જેમા સમતા બુદ્ધ વિહારના નિર્માણ માટે વ્યવસ્થાપક સમિતીની રચના કરવામાં આવેલ જેમા સમતા બુદ્ધ વિહારના અધ્યક્ષ તરીકે પરેશભાઈ રાઠોડ ઉર્ફ બોધિરાજ બૌદ્ધને જવાબદારી સોંપવામા આવેલ તેમજ વિઠ્ઠલભાઈ બોળીયાને ઉપાધ્યક્ષની જવાબદારી અને અમરાભાઈ બથવાર ને મહાસચિવ અને હરેશભાઇ પરમારને ખજાનચી તરીકે જવાબદારી સોંપવામાં આવેલ તેમજ આ કાર્યક્રમાં બૌદ્ધ ઉપાસકો ઉત્સાહ પૂર્વક જોડાયા હતા.
બોટાદ બ્યુરો: ચિંતન વાગડીયા
મો:૮૦૦૦૮૩૪૮૮૮
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.