મવડીમાં પતંગની દોરીથી ગળું કપાતા યુવાન કણસતો’તો, લોકોએ 16 મિનિટ વીડિયો ઉતાર્યો
11:10 કલાકે બાઈકચાલક ઢળી પડ્યો, બીજા જોતા રહ્યા 11:26 કલાકે જાગૃત નાગરિકે એમ્બ્યુલન્સ બોલાવી.
રાજકોટ શહેરના મવડી ઓવરબ્રિજ પરથી પસાર થતા 22 વર્ષના મિહિર સોંડાગરના ગળામાં પતંગની દોરી આવતા તેનું ગળું કપાયું હતું અને સ્કૂટર પરથી ઢળી પડ્યો હતો. ગળામાંથી લોહી વહેતું જોતા લોકોએ તેને હોસ્પિટલ ખસેડ્યો હતો જ્યાં ઓપરેશન કરવામાં આવી રહ્યું છે અને યુવાનની હાલત ગંભીર છે. મકરસંક્રાંતિ આવતા આવી ઘટનાઓ વધી રહી છે પણ આ કિસ્સામાં ગંભીર બાબત એ છે કે યુવાનનું લોહી વહી રહ્યું હતું અને તરફડિયા મારતો હતો પણ 16 મિનિટ સુધી લોકોએ ફોટો અને વીડિયો ઉતાર્યા કોઇએ એમ્બ્યુલન્સને જાણ કરી ન હતી. એક જાગૃત નાગરિક ત્યાં પહોંચ્યા એટલે તેમણે 108ને જાણ કરી હતી અને સાથે જ તેને ખાનગી હોસ્પિટલમાં લઈ જવાયો હતો.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.