કોરોનાના કેસ બાદ મનપાએ કહ્યું, ‘ફરજિયાત નથી પણ માસ્ક પહેરવાનું ફરજિયાત રાખો’ - At This Time

કોરોનાના કેસ બાદ મનપાએ કહ્યું, ‘ફરજિયાત નથી પણ માસ્ક પહેરવાનું ફરજિયાત રાખો’


ટેસ્ટ કરવાની પદ્ધતિ તેમજ સારવાર બધું જ સરખું છે તેમાં કોઇ ચિંતા નથી તેવો દાવો

નવો JN.1 વેરિયન્ટ ઓમિક્રોન કરતા પણ વધુ ઝડપથી ફેલાય છે, લક્ષણો સરખા જ છે

રાજકોટ શહેરમાં કોરોનાનો કેસ આવ્યો છે અને તે નવા વેરિયન્ટ હોવાની શંકા છે. જેને લઈને દર્દીનું કોન્ટેક્ટ ટ્રેસિંગ કરીને સંપર્કમાં આવેલા લોકોને હોમ ક્વોરન્ટાઈન કરી દેવાયા છે અને હજુ તપાસ ચાલી રહી છે. દેશમાં અલગ અલગ સ્થળોએ નવા વેરિયન્ટના કેસ બાદ અમદાવાદમાં પણ કેસ દેખાયા છે. ફરીથી કોરોનાની મહામારી ગતિ પકડે તેવી દહેશતને લઈને તંત્ર સાબદું થયું છે. જોકે એ સાથે જ લોકોમાં પણ ભયની લાગણી ન ફેલાય તે પણ મહત્ત્વનું છે. આ કારણે રાજકોટ મહાનગરપાલિકાએ એડવાઈઝરી જાહેર કરી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.