ધંધુકા નવનિર્મિત બ્રિજની સુરક્ષા પર પ્રશ્નચિહ્ન: બગીચા સામે ટેન્કર અને ફોરવીલ વચ્ચે અકસ્માત સર્જાયો
ધંધુકા નવનિર્મિત બ્રિજની સુરક્ષા પર પ્રશ્નચિહ્ન: બગીચા સામે ટેન્કર અને ફોરવીલ વચ્ચે અકસ્માત સર્જાયો
અમદાવાદ જીલ્લા ના ધંધુકા શહેરમાં નવસર્જિત બ્રિજની સુરક્ષા વ્યવસ્થાને લઈને ગંભીર પ્રશ્નો ઉઠી રહ્યા છે. બ્રિજની બંને બાજુ બમ્ફ ન મૂકવાના કારણે અકસ્માત થવાની સંભાવના વધી રહી છે.
આજ જગ્યા પર આઠ દિવસ પહેલા પણ એક ડમ્ફર અને ફોરવીલ નો અકસ્માત થયો હતો ત્યારે આજે સવારે બગીચા સામે એક ટેન્કર અને ફોરવીલ વચ્ચે ટક્કર લાગતા અકસ્માત સર્જાયો હતો
આ અંગે પાંચ દિવસ પહેલા ધંધુકાના નગરપાલિકાના કોર્પોરેટર ભદુભાઈ અગ્રવાત દ્વારા માર્ગ અને મકાન વિભાગ સ્ટેટ ના નાયબ કાર્યપાલક ઇજનેર સમક્ષ લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી
સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી, પણ ફોરવીલ વાહનને એક બાજુ ની સાઈડનું નુકસાન થયું છે.
જાહેર અને વાહનચાલકોના મતે, બ્રિજની ચઢતી-ઉતરતી જગ્યાઓ પર પૂરતી સુરક્ષા વ્યવસ્થા અને ગુણવત્તા સુનિશ્ચિત કરવી અનિવાર્ય છે. તંત્ર દ્વારા તાત્કાલિક પગલાં લેવામાં ન આવે તો ભવિષ્યમાં વધુ ગંભીર અકસ્માતો થવાની સંભાવના નકારી શકાય નહીં.
રીપોર્ટર : સી કે બારડ
મો : 7600780700
+917600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે
