સોશ્યલ મીડિયા માં ફરતો ગાભામારુ ભાજપ કાર્યકર નો પ્રદેશ ભાજપ પક્ષ ને પત્ર પક્ષ માં ૧૪% ટકા અનામત ની માંગણી અનેક કટાક્ષ
સોશ્યલ મીડિયા માં ફરતો ગાભામારુ ભાજપ કાર્યકર નો પ્રદેશ ભાજપ પક્ષ ને પત્ર પક્ષ માં ૧૪% ટકા અનામત ની માંગણી અનેક કટાક્ષ
સોશ્યલ મીડિયા માં ફરતો ગાભામારુ કાર્યકર નો ખુલ્લો પત્ર માનનીય શ્રી સી.આર પાટીલ પ્રદેશ પ્રમુખ, ભાજપ વિષય ભાજપ પક્ષના કોંગ્રેસીકરણ બાદ ભાજપના મુળ કાર્યકર્તા માટે ૧૪% અનામત
જય ભારત સાથે જણાવવાનુ કે, છેલ્લા કેટલાક વર્ષોથી ભાજપ પક્ષમાં કોંગ્રેસના નેતાઓને ભેળવીને રાજ્યસભા, લોકસભા, વિધાનસભા, મંત્રીમંડળ અને બોર્ડનિગમ સહિત પાર્ટી સંગઠનમાં પણ મહત્વના હોદ્દાઓ આપવામા આવતા હોવાથી મુળ ભાજપ સાથે વર્ષોથી જોડાયેલ કાર્યકર્તાઓને ખુરશીને ગાભા મારવાની પરિસ્થિતી પેદા થઈ છે. ભાજપના જુના કાર્યકર્તાઓને લોકો સોશિયલ મિડિયામાં "ગાભામારૂ" તરીકે સંબોધી મશ્કરી કરતા જોવા મળે છે ત્યારે ભાજપના કાર્યકર્તાઓના હક્ક માટે મારી નીચે મુજબની રજુઆત છે.ગુજરાત ભાજપના સંગઠનમાં તેમજ ટિકિટ ફાળવણીમાં ભાજપના જ વર્ષો જુના મુળ કાર્યકર્તા માટે ૧૪% અનામતની જોગવાઈ કરવામાં આવે. ટુંકમાં ભાજપના સંગઠનના તમામ સ્તરે ૧૪% જગ્યાઓમાં ફરજીયાત ભાજપના જુના કાર્યકરને જ હોદ્દા આપવાના એવી જ રીતે ટીકીટમાં પણ ૧૪% ટીકીટ મુળ ભાજપીને આપવાનો નિર્ણય કરવા વિનંતી છે.ભાજપ દ્વારા સંગઠનમાં તેમજ સરકારમાં અને ટીકીટમાં નીચે મુજબની જોગવાઈ કરવા વિનંતી છે.(૧) કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા નેતા માટે ૪૦% અનામત (૨)જેને લોકો "ગાભામારૂ" કહીને મશ્કરી કરે છે તેવા મુળ ભાજપના નેતા માટે
૧૪% અનામત (૩) કમલમમાં પાર્ટી ફંડ આપતા બુટલેગરો, બળાત્કારીઓ, રેતી માફિયાઓ, કોન્ટ્રાક્ટરો, પેપરફોડુઓ ગૌચર માફિયાઓ માટે ૩૦% અનામત
(૪)જનરલ કેટેગરી (જેમાં નવા જોડાયેલા સેલિબ્રિટી કે જુના ભાજપી અથવા ઘરવાપસી થયેલાઓ સહિત તમામ માટે ૧૬% (બિનઅનામત) જો વહેલી તકે ઉપરોક્ત બાબતે ગંભીરતાપુર્વક નિર્ણય કરવામાં નહી આવે તો કદાચ ભવિષ્યમાં ભાજપમાં તમામ હોદ્દાઓ ઉપર કોંગ્રેસી લોકો બેસી જશે.પક્ષનો વિશ્વાસુ, એક ગાભામારૂ કાર્યકર નો આ વ્યગ પત્ર અત્યારે લોકસભા ચૂંટણી પહેલા ફરતો થયો છે આયાતી ઉમેદવારો કે પક્ષ પલટુ ની મહત્તા ભલે વધી પણ કોંગ્રેસ મુક્ત દેશ થયા પછી વિપક્ષ કોંગ્રેસ જ નહીં રહે ત્યારે વિરોધ કોણ કરશે ? કોંગ્રેસ સિવાય અનુભવી ઓ કોણ ? અત્યારે ભલે શિસ્ત ના તાળા લાગ્યા હોય પણ ભવિષયે સ્પ્રીંગ બમણા વેગ થી ઉછળે તોજ નવાઈ
રિપોર્ટ નટવરલાલ ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.