માંગરોળ નજીક આવેલ ચોરવાડ મુકામે ધર્મ આધ્યાત્મ અને ભકિત ના ત્રિવેણી સંગમમાં અનેરો સેવા યજ્ઞ એટલે રક્તદાન શિબિર - At This Time

માંગરોળ નજીક આવેલ ચોરવાડ મુકામે ધર્મ આધ્યાત્મ અને ભકિત ના ત્રિવેણી સંગમમાં અનેરો સેવા યજ્ઞ એટલે રક્તદાન શિબિર


માંગરોળ નજીક આવેલ ચોરવાડ મુકામે ધર્મ આધ્યાત્મ અને ભકિત ના ત્રિવેણી સંગમમાં અનેરો સેવા યજ્ઞ એટલે રક્તદાન શિબિર

જય ભુરિબેન મિત્ર મંડળ ચોરવાડ દ્વારા આયોજિત શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ માં આજ ના ચોથા દિવસની કથા મા નંદ મહોત્સવમાં કૃષ્ણ જન્મ સાથે ભોલેનાથ ગૌ મંદિરમાં પુજ્ય અમરગિરી બાપુ દ્વારા ૫૨૫/-ગૌ દાનમાં અહોભાગ્ય થી મળેલ ગૌ માતા એ ગઈ કાલે જ એક વાછરડી ને જન્મ આપ્યો છે, વાછરડી ની પેંડા થી તુલા કરી ને પુજ્ય શાસ્ત્રિ ડો.મહાદેવ પ્રસાદ મહેતા દ્વારા નામ કરણ વિધી કરી વાછરડીનું " બંસી" નામ રાખવામાં આવ્યું છે.
સાથે આજે કથા મંડપમાં ત્રિજો કાર્યક્રમ એટલે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.
આજે જય ભુરિબેન મિત્ર મંડળ અને ભોલેનાથ ગૌ મંદિર દ્વારા આયોજિત જે રક્ત નું દાન થયું છે એ થેલેસેમિયા મેજર બાળકો માટે વપરાશે.
આજ ની શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ માં ઉપસ્થિત રહી કથામૃત સાથે રક્તદાન કરનાર આપ સર્વે રત્ન તુલ્ય રક્ત દાતાશ્રીઓનો જય ભુરી બેન મિત્ર મંડળ તેમજ રાઠોડ પરિવાર અને ભોલેનાથ ગૌ મંદિર ગૃપ દ્વારા હ્રદય થી આભાર માને છે.
આપનું આ રક્તદાન થેલેસેમિયાગ્રસ્ત બાળકો માટે ખુબ જ ઉપયોગી થશે.
અને આવનાર સમયમાં પણ આપ રક્તદાતાશ્રીઓ આવા રુડાં અવસરોને શોભાવતા રહો એવી પ્રાર્થના કરીએ છીએ.

રિપોર્ટર સુદીપ ગઢીયા - 9909622115


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.