રેલ્વે પોલીસ છો, તો શુ કરી લેશો? તમારાથી થાય એ કરી લેજો, કહીં માથાકૂટ કરનાર સામે ફરજ રૂકાવટ કર્યાની ફરિયાદ - At This Time

રેલ્વે પોલીસ છો, તો શુ કરી લેશો? તમારાથી થાય એ કરી લેજો, કહીં માથાકૂટ કરનાર સામે ફરજ રૂકાવટ કર્યાની ફરિયાદ


રેલવે સ્ટેશન પર રેલવેના કોન્સ્ટેબલે રિક્ષાચાલકને નો પાર્કિંગનો મેમો આપતા ત્યાં ધસી આવેલા રિક્ષાચાલકના કાકાએ માથાકૂટ કરતા ફરજમાં રૂકાવટ કર્યાની ફરિયાદ રેલવે પોલીસમાં નોંધાઈ હતી. રેલવેના કોન્સ્ટેબલ સંતોષભાઈ ભીખુભાઈએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગઈ સાંજે જમાદાર અનિરૂધ્ધસિંહ દિલીપસિંહ સાથે ટ્રાફિક નિયમનની ફરજ બજાવતા હતા ત્યારે રાજકોટ રેલ્વે સ્ટેશન ટ્રાફીક વિસ્તારમાં રેલ્વે ડેમો એન્જીન પાસે ઓટો રીક્ષા સ્ટેન્ડની બહાર રેલ્વે વિસ્તારમાં નો-પાર્કીંગ ઝોનમાં પાર્ક કરી હતી.
ઓટોરીક્ષા ચાલકને રીક્ષા સ્ટેંન્ડમાં રાખવા કહેતા જેમાં રીક્ષા ડ્રાઇવર-ઈરફાનભાઈ કાસમભાઈ ખીયાણી (ઉ.વ.29 2હે. રાજકોટ ભિસ્તીવાડ, મોરબી હાઉસ પાસે જંકશન પ્લોટ) એ રીક્ષા સ્ટેન્ડમાં ઓટો રાખવા ઇન્કાર કર્યો હતો. જેથી તેમની પાસે ઓટો રીક્ષાના કાગળો માંગેલ તો તેમણે કહેલ કે હું નાઇટ ડ્રેસમાં છુ અને મારી પાસે કોઇ આધાર પુરાવાના રીક્ષાના કાગળ હાજર નથી.
જેથી સાથેના હેડ કોન્સટેબલ દ્વારા નો પાર્કીંગ અંગે મેમો આપતા દરમ્યાન એક શખ્સ જાહીદ અહેમદભાઈ ખીયાણી (ઉ.વ. 50 રહે. ભિસ્તી વાડ, જંકશન પ્લોટ 8/9 નુ કોર્નર રાજકોટ) અમારી પાસે રેલ્વે ટ્રાફીક વિસ્તારમાં આવી રીક્ષા ચાલક તેમના ભત્રીજા થતાં હોવાનુ જણાવેલ અને કહેલ કે નો પાર્કિંગમાં રીક્ષા રાખેલ તે અંગે કોઈ મેમો ભરવાનો થતો નથી તમે રેલ્વે પોલીસ શું કરી લેશો? પોલીસ તમારાથી થાય એ કરી લેજો બાકી મેમો ભરવાનો થાતો નથી. તેવું કહી, રકઝક કરી હતી. કાયદેસર ભરવાનો થતો મેમો ભરવા દીધો નહી અને પહોંચ લીધેલ નહી. જેથી ઇન્ચાર્જ હેડ કોન્સ્ટેબમેં આ જાહીદભાઈને કાયદાકિય રીતે સમજાવેલ છતા માનેલ નહી આખરે રેલ્વે પોલીસે ફરજમાં રૂકાવટ અંગેની ફરિયાદ નોંધી હતી. એએસઆઈ ફિરોઝ દોઢીયાએ વધુ તપાસ હાથ ધરી છે.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.