સંતરામપુર એસટી ડેપોમાં ડેપોનું નવીન બની રહેલ વર્કશોપ ના સામાન ની મોટી સંખ્યામાં થય ચોરી : - At This Time

સંતરામપુર એસટી ડેપોમાં ડેપોનું નવીન બની રહેલ વર્કશોપ ના સામાન ની મોટી સંખ્યામાં થય ચોરી :


નાઈટમાં તસ્કરો 1,35,000 ના મુદ્દામાલ ની ચોરી કરી ચોરો થયા ફરાર.

કોન્ટ્રાકટર ના જણાવ્યા મુજબ અમો સંતરામપુર એસટી ડેપોમાં નવીન બની રહેલ વર્કશોપમાં કોન્ટ્રાકટર નું કામ કરીએ છીએ.જેમાં નવીન વર્કશોપ નું કામ ચાલુ હોવાથી અમારો વર્કશોપ નો સામાન સંતરામપુર એસટી ડેપો ખાતે પડ્યો હતો. જેમાં 14/05/2024 ના રોજ નાઈટ માં સંતરામપુર ના વર્કશોપ માં પડેલ હતો.
જે આ સામાન માંથી લોખંડની એંગલો ( ચેનલ) લોખંડની પાઈપો તેમજ સ્ટીલના લોખંડ ના સળીયા ઓ મળી અંદાજે ( એક લાખ પ્રાત્રીસ હજાર પુરા ) જેટલો સામાન ચોરી થયેલ છે.
અને અરજીમાં કોન્ટ્રાકટર એ વધુમાં જણાવ્યું છે કે આ બાબતે અમોએ આ નવીન બનેલ વર્કશોપ માં એક ચોકીદાર પણ મુકેલ હતો.જેમાં તો એ છતાં અમારા માલ સામાન ની મોટી સંખ્યામાં ચોરી થયેલ છે. જેઠી આ બાબતે ગંભીરતા લઈ અમારી આ અરજીના આધારે વ્હેલી તકે તપાસ હાથ ધરી અમારા સામાન ની તપાસ હાથ ધરવામાં આવે તેવી અમારી વિનંતી છે. તેવી રજૂઆત સંતરામપુર પોલીસ ને કરતા સંતરામપુર પોલીસે આ ફરિયાદી ની ફરિયાદ લઈ વધુ તપાસ હાથ ધરેલ છે.


9825094436
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.