રાજકોટમાં આશીર્વાદ માર્કેટિંગ દુકાનના મરચા પાવડરમાં મકાઇનો લોટ અને ઓરેન્જ કલરની ભેળસેળ - At This Time

રાજકોટમાં આશીર્વાદ માર્કેટિંગ દુકાનના મરચા પાવડરમાં મકાઇનો લોટ અને ઓરેન્જ કલરની ભેળસેળ


રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા 31 માર્ચના રોજ પરાબજારમાં આવેલી આશીર્વાદ માર્કેટિંગ પેઢીમાંથી લાલ મરચા પાવડર, હળદર પાવડર, ધાણાજીરું પાવડરનો જથ્થો શંકાસ્પદ જણાતા ચકાસણી કરવામાં આવી હતી. આ નમૂનામાં પ્રાથમિક રીતે કલરની ભેળસેળ માલૂમ પડી હતી. ત્રણેય ખાદ્યચીજના નમૂના લઇ તપાસ માટે પૂણે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા. જેમાં લાલ મરચા પાવડરમાં મકાઇનો લોટ, નોન પરમીટેડ ઓઇલ સોલ્યુબલ રેડ અને ઓરેન્જ કલર (એક્સ્ટ્રાનીયસ કલર તરીકે)ની હાજરી મળી આવી છે. આથી ફૂડ વિભાગે આ લાલ મરચાના પાવડરના નમૂનાને અનસેફ અને સબસ્ટાન્ડર્ડ જાહેર કર્યો છે. તેમજ ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટ-2006 મુજબ પ્રોસીક્યુશેન કાર્યવાહી હાથ ધરી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.