ઝનાના હોસ્પિટલમાં નર્સિંગની બેદરકારીથી બાળકના મોત મામલે ગુનો નોંધાયો
પાંચ મહિનાના બાળકની તબિયત લથડતાં સારવાર અર્થે રાજકોટ ઝનાના હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવારમાં નર્સિંગ સ્ટાફની બેદરકારીથી બાળકનું મોત થતા બે નર્સિંગ સ્ટાફ સામે ગુનો નોંધાયો છે.
પ્રાપ્ત વિગતો મુજબ ફરીયાદી સોનમકુમારી વિરેન્દ્ર નરશી કુશ્વાહા (ઉ.વ.28, રહે-ગોંડલ તાલુકા પો. સ્ટે. પાસે અક્ષર ટેઇલર ગીરીરાજ ટ્રેકટર, મુળ રહે- બીહાર) એ એકતા કિશોર રાઠોડ અને પીન્ટુ સુરેશ ફાંગલીયા સામે ફરિયાદ કરી હતી. જેમાં જણાવ્યું હતું કે મારે સંતાનમાં બે દીકરા છે. જેમા મોટો અભી (ઉ.વ. 05) તથા રાજ (ઉ.વ. સાડા પાંચ મહીના) નામનો બાળક હતો. મારા પુત્ર રાજને તાવ આવતા તેને સારવાર માટે શ્રી રામ હોસ્પિટલ ગોંડલ ખાતે લઇ ગયેલ. અને ત્યા દાખલ કરેલ દરમ્યાન ત્યાંના ડોકટરે જણાવેલ કે દીકરા રાજને ન્યુમોનીયા તથા ટી.બી. થયેલ છે. અને ટી.બી.ની સારવાર તેની હોસ્પિટલમા થતી ન હોય જેથી અન્ય હોસ્પિટલમાં સારવારમાં લઇ જવાનુ જણાવતા હું તથા મારા પતિ ગત તા-04/06/2024ના
રોજ મારા દીકરા રાજને જનાના હોસ્પિટલ રાજકોટ ખાતે લઇ ગયેલ. અને ત્યાં સારવાર માટે દાખલ કરેલ તે દરમ્યાન મારા દીકરાને દરરોજ ત્રણ ટાઇમ ડોકટર મોઢે ચડાવેલ માસ્કમાં નાહનુ ઇન્જેશન આપતા હતા. અને ગત તા-04/07/2024ના રોજ બપોરના દોઢેક વાગ્યાના આસપાસ મારા દીકરા પાસે હું હાજર હોય ત્યારે કોઇ ત્રણ ડોકટર આવેલ અને તેમાથી એક ડોકટરના હાથમા દરરોજ મારા દીકરાને નાહમા માસ્કમા ઇન્જેકશન આપતા હોય તે ઇન્જેક્શન હતુ. અને તે ડોકટરે મારા દીકરાના મોઢામા માસ્ક હોય તેમા ઇન્જકેશન આપવાના બદલે તેને મારા દીકરાના ડાબા પગની નસમાં ઇન્જકેશન આપી દીધેલ. અને થોડીવારમા મારા દીકરાની તબીયત બગડવા લાગતા મેં ડોકટરને જાણ કરતા તુરંત આવીને જોઈ તપાસી મારા દીકરાને પી.આઇ.સી.યુ.મા દાખલ કરેલ હોય અને પી.આઇ.સી.યુ વોર્ડમા મારા દીકરાની સારવાર ચાલુ હોય અને ચાલુ સારવાર દરમ્યાન તા-06/07/2024ના રોજ જનાના હોસ્પિટલમા મારા દીકરાને મરણ ગયેલ જાહેર કરેલ હતો. બનાવ અંગે એ ડિવિઝન પોલીસને તપાસ દરમ્યાન જાણવા મળેલ કે મારા દીકરા રાજને રાજકોટની આનંદ કોલેજમાં નર્સીગનો અભ્યાસ કરતો પિન્ટુ સુરેશભાઈ ફાંગલીયા તથા વોર્ડમા નર્સ તરીકે નોકરી કરતા એકતાબેન કિશોરભાઇ રાઠોડની બેદરકારીના કારણે માસ્કમાં આપવાનુ ઇન્જેક્શન પિન્ટુ ફાંગલીયાએ મારા દીકરાના પગની નસમા ઇન્જેક્શ આપી દેતા તબીયત બગડતા સારવાર દરમ્યાન મોત થયું હતું. આ બનાવમાં પોલીસે પિન્ટુ સુરેશ ફાંગલીયા તથા એકતા કિશોર રાઠોડ સામે બેદરકારીથી મૃત્યુ નિપજાવી કલમ હેઠળ ગુનો દાખલ કર્યો હતો.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.