જિલ્લાના ૧,૩૭૧ મતદાન મથકો ખાતે સવારે ૧૦ થી સાંજે ૫ સુધી નામ નોંધણી, સુધારા, કમી માટેના ફોર્મ્સ સ્વીકારવામાં આવશે
જિલ્લાના ૧,૩૭૧ મતદાન મથકો ખાતે સવારે ૧૦ થી સાંજે ૫ સુધી નામ નોંધણી, સુધારા, કમી માટેના ફોર્મ્સ સ્વીકારવામાં આવશે
ભારતના ચૂંટણીપંચ દ્વારા તા.૦૧.૦૧.૨૦૨૫ની લાયકાતની તારીખના સંદર્ભમાં મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ-૨૦૨૫ જાહેર કરવામાં આવ્યો છેતા.૦૧.૦૧.૨૦૨૫ની સ્થિતિએ લાયકાત ધરાવતા ભારતના નાગરિકો મતદારયાદીમાં પોતાના નામની નોંધણી કરાવી શકશે, મતદારયાદીમાં નામ ધરાવતા મતદારો પોતાની વિગતોમાં સુધારા કરાવી શકશે.નવેમ્બર-૨૦૨૪ની તા.૧૭.૧૧.૨૦૨૪ રવિવાર, તા.૨૩.૧૧.૨૦૨૪ શનિવાર, તા.૨૪.૧૧.૨૦૨૪ રવિવારના રોજ ખાસ ઝુંબેશ યોજાશે. જિલ્લામાં સમાવિષ્ટ ૧,૩૭૧ મતદાન મથકો ખાતે બુથ લેવલ અધિકારીઓ સવારના ૧૦ વાગ્યાથી સાંજના ૫ વાગ્યા સુધી ઉપસ્થિત રહી મતદાર યાદીમાં નામ નોંધણી, સુધારા, કમી માટેના ફોર્મ્સ સ્વીકારવામાં આવશે.નામ નોંધણી માટે અથવા ફેરફાર માટે વોટર હેલ્પલાઈન મોબાઈલ એપ, www.voterportal.eci.gov.in , BLO App, ઉપરાંત હેલ્પલાઈન નંબર ૧૯૫૦ પર સંપર્ક કરવોદેશના યુવા નાગરિકો કે જે અમરેલી જિલ્લામાં વસવાટ કરે છે તે તમામ નાગરિકોએ તેમનું નામ મતદારયાદીમાં નોંધાવવા અમરેલી જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટરશ્રીએ એક અખબારી યાદીમાં જાહેર અપીલ કરી છે.
9537666006
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.