કારની એનપી સિરિઝમાં 9999 નંબર 10.11 લાખમાં ખરીદાયો
વાહનમાં પસંદગીના નંબરની ઘેલછા
નંબર મેળવવા ખર્ચ કરવામાં ગુજ્જુઓ પાવરધા
રાજકોટ જિલ્લા આરટીઓ તંત્ર દ્વારા તાજેતરમાં જ ફોર વ્હિલ માટેની એનપી સિરિઝ અને ટુ વ્હીલ માટે એનકયુ નવી સિરિઝ જાહેર કરી હતી. નવી જાહેર થયેલી સિરિઝમાં પસંદગીના નંબર મેળવવા માંગતા વાહનધારકો પાસેથી અરજી મંગાવવામાં આવી હતી. જે અરજીઓ બાદ આરટીઓ તંત્રે વિવિધ નંબરોની હરરાજી કરી હતી. વાહન ધારકોએ પસંદગીના નંબર પર બોલી લગાવી નંબર મેળવ્યા હતા. જેમાં ફોર વ્હીલની એનપી સીરીઝમાં 9999 નંબર રૂ.10.11 લાખમાં ખરિદાયો હતો. તેમજ 0999 નંબર રૂ.9.57 લાખમાં ખરિદાયો છે. જયારે ટુ વ્હીલની એનક્યુ સિરિઝમાં 0009 નંબર રૂ.3.03 લાખમાં ખરિદાયો હતો. આરટીઓ તંત્રને ફોર વ્હિલના ઓકશનમાં રૂ.21.77 લાખની જ્યારે ટુ વ્હીલના ઓકશનમાં રૂ.7.36 લાખની આવક થઇ હોવાનું રાજકોટ આરટીઓ કે.એમ.ખપેડે જણાવ્યું છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.