વિશ્વ તમાકુ નિષેધ દિનની ઉજવણી દાંતા તાલુકામાં પ્રા.આ.કે કાંસા દ્વારા તમાકુની બનવાટ વેચતા લારી ગલ્લા પાર્લર દુકાનોમાં સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરાયું.
મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી અને જિલ્લા એપેડેમિક અધિકારી સુચના અન્વેય તાલુકા આરોગ્ય અધિકારી ડો કિરણ ગમારના માર્ગદર્શન હેઠળ દાંતા તાલુકાના પ્રા.આ.કે કાંસાના રતનપુર ગામ ખાતે આજે તા.૩૧/૦૫/૨૦૨૪ ના રોજ ૩૧ મી મેં વિશ્વ તમાકુ નિષેધ દિન ની ઉજવણી નિમિત્તે પ્રા.આ.કે કાંસાના આરોગ્ય સ્ટાફ દ્વારા ‘’વિશ્વ તમાકુ નિષેધ દિન ‘’ થીમ PROTECTING CHILDREN FROM THE TOBACCO INDUSTRY ( તમાકુ ઉદ્યોગના હસ્તક્ષેપથી બાળકોનું રક્ષણ) નું સંપૂર્ણ અમલીકરણ થાય તે હેતુથી દાંતા તાલુકામાં તમાકુની પ્રોડેક્ટ વેચતા તમામ પાન ગલ્લા પાન પાર્લર દુકાનોનું સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરાયું જેમાં કોટપા એક્ટની કલમ - ૬ અ હેઠળ કાયદાનું પાલન ન કરનારા વેપારી દુકાનદાર સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવી હતી જેમાં કુલ મળીને અંકે રૂ ૮૦૦ નો દંડ વસૂલ કરવામાં આવ્યો .
અહેવાલ નીલેશ શ્રીમાળી બનાસકાંઠા
9974645761
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.