કચરો ઉપાડવા મામલે કારખાનેદાર પર હુમલો:વાહનોમાં તોડફોડ - At This Time

કચરો ઉપાડવા મામલે કારખાનેદાર પર હુમલો:વાહનોમાં તોડફોડ


વાવડી ઇન્ડસ્ટ્રીઝ એરિયામાં કચરો સાફ કરવા મામલે કારખાનેદાર સાથે એક મહિલા સહિત ત્રણ શખ્સોએ ઝપાઝપી કરી મૂંઢ ઇજા કરી અને પથ્થરના ઘા કરતા ત્યાં પાર્ક કરેલા ટ્રક,બુલેટ તેમજ અન્ય વાહનોમાં નુકશાન થયું હતું.આ મામલે રાજકોટ તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. વધુ વિગતો મુજબ,ગોંડલ હાઇવે કાંગશીયાળી ગામે આસ્થા ગ્રીન સીટી સોસાયટીમાં રહેતા હીતેશભાઇ આહીર(ઉ.વ.41)એ રમેશ દેવીપૂજક,એક અજાણ્યો શખ્સ અને એક અજાણી મહિલા સહિતનાઓ સામે તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
હિતેશભાઈએ ફરિયાદમાં જણાવ્યું હતું કે,હું વાવડી ઇન્ડસ્ટ્રીઝ એરીયામાં પરીન ફર્નીચર પાછળ ઇફ્રોન કોર્પોરેશન નામનું કારખાનું ધરાવી વેપાર કરૂૂ છું અને મને ઇન્ડ્રસ્ટ્રીયલ એસોસીયેશન વાવડીએ કારખાનાઓનો કચરો સાફ કરવાનો કોન્ટ્રાકટ આપેલ છે. ગઇકાલે બપોર ત્રણેક વાગ્યે વાવડી ઇન્ડસ્ટ્રીઝ એરીયામાં રીયલ વે બ્રીજથી થોડે આગળ આવેલ વોકળામાં કચરો સાફ કરવાનું કામ ચાલુ કર્યું હતુ અને કચરો સાફ કરવા માટે મારૂૂ જે.સી.બી. તથા બે ટ્રક કામમાં હતા.તે દરમ્યાન આશરે સાડા ચારેક વાગ્યે અમે કચરો સાફ કરતા હતા ત્યારે સામે રહેતો રમેશ દેવીપુજક અને તેની સાથે એક અજાણ્યો વ્યકતી એ મારા મજુરો પાસે આવેલ અને કહેલ કે તમે અહીથી કચરો ના ભરો તેમ કહી ગાળો બોલવા લાગેલ
જેથી હું ત્યાં જતા ત્યારે દેવીપુજક ની મહીલાઓ આવેલ તેની સાથે વાતચીત કરતો હતો. તે દરમ્યાન આ રમેશ તથા તેની સાથેનો વ્યક્તિ મને ગાળો દઇ પથ્થરમારો કરવા લાગ્યા હતા અને રમેશ સાથેના માણસો પાસે લોખંડનો પાઇપ હતો તે લઇને મને પગે હાથે શરીરે મારવા લાગ્યો અને અજાણી મહીલાઓ હતી તે પણ છુટા પથ્થરો મારવા લાગતા અમારા ટ્રકમાં તથા બુલેટ મોટર સાયકલ માં પથ્થરો મારી કાચ તોડી નુકશાન કર્યું હતું. જેથી હું તથા મારા મજુરો ભાગીને દુર જતા રહેલ અને 100 નંબ2માં ફોન કરેલ હતો.પોલીસ વેન આવી જતા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.આ મામલે રાજકોટ તાલુકા પોલીસ મથકના હેડકોન્સ્ટેબલ પ્રવીણભાઈ ઝીલરીયા સહિતના સ્ટાફે તપાસ આદરી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.