વિરપુર તાલુકાના કોયડમ ડેમ ભરાતાં હાઈ એલર્ટ જાહેર…
સાલૈયા, કોયડમ, કાસોડી, રળીયાતા તથા વિરપુરના લોકોને નદી ન ઓળંગવા તાકીદ...
વિરપુર તાલુકાના નાની સિંચાઇ યોજના અંતર્ગત આવેલા કોયડમ ડેમ છલોછલ થતાં પાણી નિચાણવાળા વિસ્તારમાં ફરી વળે તેવો ભય ઉભો થયો છે. આથી, તંત્ર દ્વારા નદી ન ઓળંગવા ગ્રામજનોને તાકીદ કરી છે વિરપુર તાલુકાના ભગવાનજી મુવાડા અને કોયડમ નાની સિંચાઇ યોજના આવેલી છે. આ યોજનાના ડેમની સંપૂર્ણ સપાટી 119.50 મીટર અને 123.50 મીટર પહોંચી ગઇ છે અને ડેમમાં કુલ સંગ્રહ શક્તિના સો ટકા (હાઈ એલર્ટ સ્ટેજ) પાણી ભરાયું છે. હવે પછી યોજનાના સ્ત્રાવ વિસ્તારમાં વરસાદ પડશે તો ડેમ સંપૂર્ણપણે ભરાઇ જતાં પાણી ડેમના વેસ્ટ વિયર પરથી પસાર થશે. જેથી આ ડેમના નિચાણવાળા વિસ્તાર સાલૈયા, કોયમડ, રળીયાતા તથા વીરપુર ગામના લોકોને વરસાદ હોય ત્યારે નદી ન ઓળંગવા કે નદીના પાણીમાં ન જવા મામલતદાર દ્વારા તાકીદ કરવામાં આવી છે....
રિપોર્ટર . પ્રકાશ ઠાકોર વિરપુર મહીસાગર
7874548503
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.