રાજકોટ શહેરમાં મહાત્મા ગાંધી મ્યુઝિયમ ખાતે વિદેશી મુલાકાતીઓએ મ્યુઝિયમની મુલાકાત લીધી. - At This Time

રાજકોટ શહેરમાં મહાત્મા ગાંધી મ્યુઝિયમ ખાતે વિદેશી મુલાકાતીઓએ મ્યુઝિયમની મુલાકાત લીધી.


રાજકોટ શહેર તા.૫/૭/૨૦૨૨ ના રોજ રાજકોટ શહેરમાં જુન-૨૦૨૨માં ૩૮૬૨ મુલાકાતીઓએ મહાત્મા ગાંધી મ્યુઝિયમની મુલાકાત લઈ મહાત્મા ગાંધીજીની જીવનયાત્રા તેમજ તેમના સિધ્ધાંતોની માહિતી મેળવેલ છે. જેમાં વિવિધ ૧૦ સ્કુલના ૧૦૩૭ બાળકોએ પણ મ્યુઝિયમની મુલાકાત લીધેલ છે. વિશેષમાં એપ્રિલ ૨૦૧૮માં મહાત્મા ગાંધી મ્યુઝિયમ ખુલ્લુ મુકવામાં આવ્યુ ત્યારથી હાલ સુધીમાં દેશ-વિદેશના કુલ-૨,૦૯,૫૧૬ મુલાકાતીઓએ મ્યુઝિયમની મુલાકાત લીધેલ છે. ઉપરાંત જુન ૨૦૨૨ના માસમાં નીચે મુજબના વિશિષ્ઠ મહાનુભાવો અને વિદેશી નાગરિકોએ પણ મહાત્મા ગાંધી મ્યુઝિયમની મુલાકાત લીધેલ છે. (૧) માન.શ્રી જસવંતસિંઘ ચીફ જસ્ટિસ ઓફ ઓડિશા હાઈકોર્ટ (૨) સંજય કુમાર IAS જોઈન્ટ સેક્રેટરી હાઉસિંગ & અર્બન અફેર્સ GoI (૩) શ્રીરામ તરણી કાન્તિ એડી.સેક્રેટરી ISCS, MHA (૪) શ્રી અનુરાધા પ્રસાદ મિનિસ્ટરી ઓફ હોમ અફેર્સ, આંધ્રપ્રદેશ, પોલેન્ડ, અમેરીકા, ગ્રીસ, ઓસ્ટેલીયા.

રિપોર્ટર. દિલીપ પરમાર રાજકોટ.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.