ઈકરા સ્કૂલ ખાતે કુલ ખાતે એક હજ કમિટી ગુજરાત રાજ્ય અને આઈશા એજ્યુકેશન ટ્રસ્ટ ઈકરા સ્કૂલ રફિકભાઈ મીઠાણી દ્વારા હજમાં જનાર હાજીઓ માટે હજ માહિતી સેમીનાર નું આયોજન થયું - At This Time

ઈકરા સ્કૂલ ખાતે કુલ ખાતે એક હજ કમિટી ગુજરાત રાજ્ય અને આઈશા એજ્યુકેશન ટ્રસ્ટ ઈકરા સ્કૂલ રફિકભાઈ મીઠાણી દ્વારા હજમાં જનાર હાજીઓ માટે હજ માહિતી સેમીનાર નું આયોજન થયું


ઈકરા સ્કૂલ ખાતે કુલ ખાતે એક હજ કમિટી ગુજરાત રાજ્ય અને આઈશા એજ્યુકેશન ટ્રસ્ટ ઈકરા સ્કૂલ રફિકભાઈ મીઠાણી દ્વારા હજમાં જનાર હાજીઓ માટે હજ માહિતી સેમીનાર નું આયોજન કરવામાં આવેલ. જેમાં ગુજરાત રાજ્ય હજ કમિટી ના ચેરમેન ઈકબાલભાઈ સૈયદ તેમજ હજ કમિટી ડિરેક્ટર નાહીનભાઈ કાજી તેમજ અબ્બાસભાઈ સૈયદ હજ વેલ્ફેર સોસાયટીના પ્રમુખ ગાંધીનગર થી પધારેલ હતા. તેઓનું સન્માન ફુલહાર અને મોમેન્ટો દ્વારા જસદણ મુસ્લિમ સમાજના અગ્રણીઓ દ્વારા કરવામાં આવેલ હતું. અને તે લોકોએ હજ ને લગતા પ્રશ્નો નું સચોટ માર્ગદર્શન અને માહિતી પૂરી પાડેલ હતી. આ કાર્યક્રમમાં જસદણ મુસ્લિમ સમાજના ભાઈ બહેનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. તેમજ જસદણ આગેવાનો ઇલ્યાસભાઈ મોઢુકા વાળા અલાઉદ્દીન ભાઈ ફોગ, ઇમરાન ભાઈ ખીમાણી, રસીદભાઈ કમલ, હનીફ બાપુ રોયલ ચોઈસ રફિકભાઈ ગોપદા, સતારભાઈ મીઠાણી સલીમભાઈ મીઠાણી, રાજુભાઈ બિલખીયા એ ખાસ હાજરી આપેલ હતી. આ કાર્યક્રમનું આયોજન અને સંચાલન ઈકરા સ્કૂલ ના સંચાલક રફિકભાઈ હાજી હબીબભાઈ મીઠાણી એ કરેલું હતું.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image