હળવદના ચરાડવા ગામે ચેતન્ય નગર પ્રાથમિક શાળામાં નવરાત્રી મહોત્સવ ઉજવાયો - At This Time

હળવદના ચરાડવા ગામે ચેતન્ય નગર પ્રાથમિક શાળામાં નવરાત્રી મહોત્સવ ઉજવાયો


આજ રોજ શ્રી ચૈતન્યનગર પ્રાથમિક શાળામાં 9 માં નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવેલ.શાળાના બધા જ બાળકો અને શિક્ષકોએ ઉત્સાહભેર ભાગ લીધેલ.સૌ પ્રથમ માતાજીની આરતી ઉતારવામાં આવેલ ત્યાર બાદ બાળકો દ્વારા રાસ ગરબા, બેહણી,તલવાર બાજી,લાકડી ફેરવવી, ટીમડી નૃત્ય બાળકો દ્વારા રજૂ કરવામાં આવેલ. બાળકોને પ્રોત્સાહન આપવા માટે બાલવાટિકા,ધોરણ 1-2, ધોરણ 3 થી 5,અને ધોરણ 6 થી 8 માં અનુક્રમે વિભાગવાર પ્રથમ,દ્વિતીય અને તૃતીય નંબર આપવામાં આવેલ.અને શાળાના શિક્ષક શ્રી રવિભાઈ પટેલ તરફથી નંબર મેળવેલ બાળકોને ઈનામ આપવામાં આવેલ. રાસ ગરબા પૂર્ણ થયા બાદ સૌ સાથે મળીને જલેબી અને ગાંઠિયા નો પ્રસાદ લીધેલ.પ્રસાદ લક્ષ્મણભાઈ તરફથી આપવામાં આવેલ. જરૂરિયાત મુજબ કન્યાઓને પહેરવા માટે શાળાની ચણીયા ચોળી પણ આપવામાં આવેલ. આમ નવરાત્રી મહોત્સવ 2023ના આયોજનને સફળ બનાવવા શાળાના આચાર્ય સહિત તમામ શિક્ષકોએ જહેમત ઉઠાવેલ.

રિપોર્ટ રમેશ ઠાકોર હળવદ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.