સ્વચ્છતા હી સેવા અભિયાનને સાર્થક કરતી સુત્રાપાડા નગરપાલિકા* - At This Time

સ્વચ્છતા હી સેવા અભિયાનને સાર્થક કરતી સુત્રાપાડા નગરપાલિકા*


*સ્વચ્છતા હી સેવા અભિયાનને સાર્થક કરતી સુત્રાપાડા નગરપાલિકા*

-------

*સુત્રાપાડા નગરપાલિકા અને GHCL ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે ચિત્ર સ્પર્ધા, રંગોળી સ્પર્ધાની સાથે દરિયા કિનારાની સફાઈ કરાઈ*

--------

ગીર સોમનાથ તા.૨૨, સ્વચ્છતા હી સેવા અભિયાનને સાર્થક કરતી સુત્રાપાડા નગરપાલિકા દ્વારા સ્વચ્છતા જાગૃતિની વિવિધ સ્પર્ધાઓ સાથે દરિયા કિનારાની સફાઈ કરવામાં આવી રહી છે.

સુત્રાપાડા નગરપાલિકામાંથી મળતી માહિતી મુજબ, સ્વચ્છ ભારત મિશન અંતર્ગત સ્વચ્છતા હી સેવા અભિયાનને લઈને સ્વચ્છ પખવાડિયાનું તા.૧૪ સપ્ટેમબર થી તા.૨ ઓક્ટોબર સુધીનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સુત્રાપાડા નગરપાલિકા તથા GHCL ફાઉન્ડેશનના સયુંકત ઉપક્રમે ચિત્ર સ્પર્ધા, નિબંધ સ્પર્ધા તથા રંગોળી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું તેમજ સ્વચ્છ ભારત મિશનના "સ્વચ્છતા હી સેવા" અભિયાન અંતર્ગત સ્વચ્છતા અંગેના શપથ લેવામાં આવ્યાં હતાં.

તે ઉપરાંત સુત્રાપાડા નગરપાલિકા તથા GHCL ફાઉન્ડેશન તેમજ નાગરિકો દ્વારા Cyclothon/Marathonનું આયોજન કરી દરિયા કિનારાની સફાઇ કરવામાં આવી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.