આયુર્વેદમાં અણધારી અસર ઊભી કરતાં ઋતુ પરિવર્તન સાથે જોડાયલ અણમોલ ઔષધ - At This Time

આયુર્વેદમાં અણધારી અસર ઊભી કરતાં ઋતુ પરિવર્તન સાથે જોડાયલ અણમોલ ઔષધ


આયુર્વેદમાં અણધારી અસર ઊભી કરતાં ઋતુ પરિવર્તન સાથે જોડાયલ અણમોલ ઔષધ

મુંબઈ જેઠ મહિનાના વદ સાતમના સૂર્ય આદ્રા નક્ષત્રમાં પ્રવેશ કરે. આયુર્વેદમાં કલ્પનામાં પણ ન આવે એટલા સુંદર પ્રયોગો ઋતુ પરિવર્તન સાથે જોડાયેલા છે.
આદ્રા નક્ષત્રના પ્રવેશ વખતે એક ચમચી દેશી ઘી સાથે આંબલીના કચૂકાના વજન જેટલી દેશી શુદ્ધ હિંગ, થોડા સિંધવ સાથે જો ચાટવામાં આવે તો ચોમાસાના ચાર મહિના વાયુના રોગમાંથી મુક્તિ મળે છે. માણસ જેમ એરકંડિશન રુમમાંથી બહાર આવે તો વાતાવરણમાં કેટલો ફરક શરીરમાં અનુભવાતો હોય છે તેમ સૂર્ય એક નક્ષત્રમાંથી બીજા નક્ષત્રમાં પ્રવેશે ત્યારે આખી સૃષ્ટિમાં અનેક પ્રકારના પરિવર્તનો આવતા હોય છે. આપણા મહર્ષિઓને પોતાના વિશેષ જ્ઞાનમાં આ ફેરફારો સાથે તાલમેળ મેળવવા અનેક પ્રકારના ઔષધિઓના પ્રયોગો અને વ્યવહારિક આયોજનો કરેલ છે.
જેમ કે જેઠ મહિનામાં દર અઠવાડિયે એક વખત એમ કુલ ચાર વખત એરંડ ભ્રષ્ટ હરિતકી એટલે કે સારા વૈદ્યરાજની પાસે એરંડના તેલમાં સાત વખત તળાયેલી હીમેજ લેવામાં આવે તો ઝીણો તાવ આવતો બંધ થઈ જાય છે. ચૈત્ર સુદ પડવે (એકમ)ને દિવસે પણ લીમડાના પાંચ અંગો મૂળ, છાલ, પત્ર, મોર અને લીંબોળી સિંધવ અને મરી સાથે એક કપ જેટલી નયણે કોઠે લેવામાં આવે તો સમગ્ર વર્ષ દરમિયાન અનેક પ્રકારના રોગોમાંથી શરીરને મુક્તિ મળે છે. ઘણાં લોકો આખો ચૈત્ર મહિનો કે પંદર દિવસ આ કડવાશ લેતાં હોય છે પણ અનુભવી વૈદ્યોના કહેવા મુજબ માત્ર પડવેને દિવસે આ પ્રમાણે ઔષધિનું આયોજન કરવાથી અમાપ-સમાપ ફાયદો થતો હોય છે. એક મત એવો પણ છે કે એકી સંખ્યામાં એટલે કે આ ઔષધ એક, ત્રણ કે પાંચ, સાત દિવસો સુધી સળંગ લેવું જોઈએ.
આધુનિક વિજ્ઞાનના અનેક પથીઓના આક્રમણ સામે આયુર્વેદની અનેક પ્રકારની વિશિષ્ટ શક્તિઓ ઉપયોગમાં નહીં આવવાના કારાણે વિસરાઈ રહી છે. જેમ કે આજકાલ સામાન્ય રીતે ગર્ભવતી સ્ત્રીઓને ઓપરેશન દ્વારા બાળક અવતરવાનું લગભગ સામાન્ય થઈ ગયું છે. પરંતુ જ્યારે ગર્ભવતી સ્ત્રીને વેણ ઉપડે ત્યારે દર્ભના ઘાંસનું મૂળ નાંભીની નીચે સ્પર્શ કર્યા વગર એન્ટીક્લોકવાાઈઝ એટલે અવળા આવર્તથી ફેરવવામાં આવે તો ઓપરેશન વગર સહેલાઈથી ડિલિવરી થઈ જતી હોય છે. જે અનેક લોકો આજે પણ અનુભવી રહ્યા છે. અધેડાના વૃક્ષનું મૂળ પણ અંબોડામાં ખોસી દેવાથી ડિલિવરી નોર્મલ થતી હોય છે અને જેવી ડિલિવરી થાય કે તરત જ માથામાંથી તે મૂળ દૂર કરી લેવું અત્યંત જરુરી છે. પોતાના જ વાળની લટ આંગળીમાં બાંધીને ઉપરના તાળવામાં ઘસવાથી પણ કુદરતી સુવાવડ થવાની શક્યતા બહુ ઊજળી રહે છે.શ્રી શાંતિનાથ ઝાલાવાડ જૈન શ્વે. મૂર્તિપૂજક સંઘ - કાંદિવલી (પૂર્વ)

રિપોર્ટ નટવરલાલ ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.