રેલવે કર્મચારીઓની ઈમાનદારીના કારણે મહિલા રેલવે મુસાફરને તેનું 2.5 લાખ રૂપિયાથી વધુનું મંગલસૂત્ર અને મોબાઈલ પરત મળી ગયો - At This Time

રેલવે કર્મચારીઓની ઈમાનદારીના કારણે મહિલા રેલવે મુસાફરને તેનું 2.5 લાખ રૂપિયાથી વધુનું મંગલસૂત્ર અને મોબાઈલ પરત મળી ગયો


રેલવે કર્મચારીઓની ઈમાનદારીના કારણે મહિલા રેલવે મુસાફરને તેનું 2.5 લાખ રૂપિયાથી વધુનું મંગલસૂત્ર અને મોબાઈલ પરત મળી ગયો
વેસ્ટર્ન રેલવે ભાવનગર ડિવિઝન રેલવે મુસાફરોને મદદ કરવા હંમેશા તત્પર છે. ભાવનગર ડિવિઝનના સીનીયર ડીસીએમ શ્રી માશૂક અહમદના જણાવ્યા મુજબ, 23 ઓગસ્ટ, 2024 (શુક્રવાર) ના રોજ, એક મહિલા મુસાફર ખંભાળિયાથી વેરાવળ ટ્રેન નંબર 19252 ઓખા-વેરાવળ એક્સપ્રેસમાં મુસાફરી કરી રહી હતી. વેરાવળ સ્ટેશન પર ઉતરતી વખતે, મહિલાએ ભૂલથી તેનું લેડીઝ પર્સ તેની સીટ પર છોડી દીધું અને નીચે ઉતરી ગઈ. જ્યારે તે પર્સ કોચ એટેન્ડન્ટ શ્રી નિત્યાનંદને મળ્યું, ત્યારે તેણે તે ટ્રેનમાં કામ કરતા ડેપ્યુટી ચીફ ટિકિટ ઈન્સ્પેક્ટર શ્રી રાજન કુમાર સિંહને આપ્યું.
જ્યારે મહિલા પેસેન્જર સ્ટેશનની બહાર પહોંચી ત્યારે તેને પોતાનું પર્સ યાદ આવ્યું. જયારે તે કોચ તરફ દોડી રહી હતી, ત્યારે ડેપ્યુટી ચીફ ટિકિટ ઈન્સ્પેક્ટર શ્રી રાજન સિંહે દોડવાનું કારણ પૂછ્યું. જ્યારે મહિલાએ કહ્યું કે તેનું પર્સ ખોવાઈ ગયું છે, ત્યારે તેણે તેને જે પર્સ મળ્યું તે બતાવ્યું, તે પર્સ જોઈને મહિલા ખુશ થઈ ગઈ, તે જ મહિલાનું પર્સ હતું. પર્સમાં સોનાનું મંગળસૂત્ર અને અંદાજે ₹20,000ની કિંમતનું મોબાઈલ ફોન હતો. ટિકિટ ઈન્સ્પેક્ટરે મહિલાને પર્સ સુરક્ષિત રીતે સોંપી દીધું. મહિલાએ કોચ એટેન્ડન્ટ અને ડેપ્યુટી ચીફ ટિકિટ ઈન્સ્પેક્ટરની સાથે રેલવે પ્રશાસનનો આભાર માન્યો અને ખુશીથી પોતાના ઘર તરફ ચાલી ગઈ.

માશૂક અહમદ
વરિષ્ઠ મંડલ વાણિજ્ય પ્રબંધક
પશ્ચિમ રેલવે‚ ભાવનગર મંડલ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.