જસદણ ના ડેમ ખાતે તંત્રની બેદરકારીથી સિંચાઈની કચેરીની 25 ફૂટ ઉંચી બંગલી પરથી 32 ફૂટ ઊંડા ડેમમાં મોતની છલાંગ
(નરેશ ચૉહલીયા દ્વારા જસદણ)
જસદણ જળાશયો, ડેમમાં નહાવા પર પ્રતિબંધ છે. પોલીસ આવા તત્ત્વોને પકડીને ગુનો નોંધ છે. જોકે જસદણના બાખલવડ ગામે આવેલા આલણસાગરમાં આ જાહેરનામાનો ભંગ થઈ રહ્યો છે. સિંચાઈ વિભાગે પોલીસને જાણ કરી હોવા છતાં લોકો ભુસકા મારીને સેલ્ફી લેવા તેમજ નહાવા માટે ડેમનો પાળોતો દૂર આ તત્ત્વો સિંચાઈના 25 ફૂટ ઉંચા વાલ્વરૂમ ઉપર ચડી જાય છે. અને ત્યાંથી 32 ફૂટ ઊંડા ડેમમાં છલાંગ લગાવે છે. ડેમમાં આ રીતે સેલ્ફી અને ડૂબકી મારવામાં અનેકના જીવ ગયા છે. પણ જસદણ પોલીસ હજુ ગંભીરતા સમજી શકી નથી. આ અંગે પોલીસ માત્ર જીઆરડીના જવાનોને મોકલી કામ ચલાવે છે
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.