15 લાખના 32 લાખ ચૂકવ્યા છતાં ઉઘરાણી કરી ધમકી આપી - At This Time

15 લાખના 32 લાખ ચૂકવ્યા છતાં ઉઘરાણી કરી ધમકી આપી


રાજકોટમાં વ્યાજખોરો બેફામ બન્યાના અગાઉ અનેક કિસ્સા પ્રકાશમાં આવી ચુક્યા છે. ત્યારે લાખાજીરાજ શ્રમજીવી સોસાયટીમાં રહેતા વેપારી આબિદ ચાવડાએ મુખ્યમંત્રી, ગૃહમંત્રી, ડીજીપી, સીપી સહિતનાને રજુઆત કરી જાહીદ ઇકબાલ કાદરી (રહે. જુમા મસ્જીદવાળી શેરી, મુકરબા શેરી, રામનાથ પરા) સામે આક્ષેપો કર્યાં છે. આરોપી જાહીદ કાદરીએ 15 લાખ સામે 32 લાખ લીધા છતાં હજુ પણ ઉઘરાણી કરી ધમકી આપતી હોવાનો આરોપ લગાવવમાં આવ્યો છે.
અરજદાર આબિદ ગુલામહુશેનભાઇ ચાવડા (ઉ.વ.42 રહે.લાખાજીરાજ શ્રમજીવી સોસાયટી, દુધસાગર મેઇન રોડ, અનમોલ પાનની બાજેમાં, રેડીયન્સ એવન્યુ, બીજો માળ)એ અરજીમાં જણાવ્યું કે, હું વેપાર, ધંધો કરી અમારું તથા અમારા પરીવારનું ગુજરાન ચલાવું છું. સને 2022ની સાલમાં ઉપર જણાવ્યા તહોમતદાર પાસે રૂ.15,00,000 રોકડા અમારા ધંધાના કામ સબબ લીધા હતા. આરોપી તેનું 10 ટકા વ્યાજ લેતો હતો.
હું માસિક રૂ.1,50,000 તેને વ્યાજ પેટે નિયમિત આપતો. હાલ સુધીમાં રૂ. 32 લાખ રોકડામાં ચુકવી આપેલ છે. છતાં તહોમતદાર હજુ રૂ.12,38,000ની વારંવાર ઉઘરાણી કરે છે. ભય ઉત્પન્ન કર્યા કરે છે. જમીન મકાન ફરજીયાત તહોમતદાર નામ જોગ લખી આપવા, બળજબરી પૂર્વક મિલકતો કઢાવી લેવાની ધમકીઓ આપે છે.
તહોમતદારના આવા ગુન્હાહીત કૃતયને કારણો અમો સતત માનસીક ત્રાસ સહન કરીએ છીએ. આરોપી અમારી ઘરે આવી જેમ ફાવે તેમ અપશબ્દો કહે છે. જાનથી મારી નાખવાની ધમકીઓ અમારા ઘરના સ્ત્રીઓની હાજરીમાં આપ્યા કરે છે. વારંવાર ફોન દ્વારા ધાક ધમકીઓ આપી સતત માનસીક હેરાન કર્યા કરે છે. આ કામના તહોમતદાર પાસે નાણાં ધીરધાર કરવાનો કોઇ પરવાનો ન હોવા છતાં પણ આવું ગુન્હાહીત હત્ય આચરે છે.
અમારે તહોમતદારના અસહય ત્રાસના કારણે આત્મહત્યા તરફ દોરવુ પડે તેવી પણ ભાવના નકારી શકાય તેમ નથી. આ તહોમતદાર ગુન્હાહીત પુર્વ ઇતિહાસ ધરાવનાર છે. અગાઉ પોલીસ ચોપડે અલગ પ્રકારના ગુન્હાઓ પણ નોંધાયલા છે.
આવા પ્રકારનું કૃત્ય આ આરોપીએ મારા સીવાયના અન્ય વ્યકિતઓ સાથે પણ કર્યું હોવાની શક્યતા છે.તેના વિરૂધ્ય ધોરણસરની મની લેન્ડીંગ તથા ભારતીય ન્યાય સંહિતાની કલમ હેઠળ ફોજદારી ફરિયાદ નોંધવા માંગ કરાઈ છે.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.