જસદણના નવાગામમાં શિવાની વસુનીયાનો ઝેરી દવા પી આપઘાત: રાજકોટ સારવાર દરમિયાન મોત
(હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ)
જસદણના નવાગામ ખાતે પ્રવિણભાઇની વાડીમાં પતિ, પરિવાર સાથે રહી મજુરી કરતી મુળ મધ્યપ્રદેશની શિવાનીબેન અખીલેશ વસુનીયા (ઉ.વ.૨૧) નામની પરિણીતાએ ગત પંદરમીએ વાડીએ ઝેરી દવા પી લેતાં જસદણ સારવાર અપાવી રાજકોટ ખસેડાઇ હતી. ત્યાં સારવાર દરમિયાન મોત થતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. આપઘાત કરનાર શિવાનીબેનના લગ્ન ત્રણ વર્ષ પહેલા થયા હતાં. સંતાનમાં એક પુત્ર છે. તેણીએ આ પગલુ શા માટે ભર્યુ? તે અંગે પતિ અને પરિવારજનો અજાણ છે રાજકોટ પોલીસે આ અંગે આટકોટ પોલીસને જાણ કરતાં તપાસ હાથ ધરવામાં આવી છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે
