શહેરમાં મોસમનો પહેલો વરસાદ એક ઈંચમાં હેતથી ભીંજાયું રાજકોટ - At This Time

શહેરમાં મોસમનો પહેલો વરસાદ એક ઈંચમાં હેતથી ભીંજાયું રાજકોટ


બપોરે 40.5 ડિગ્રી જેટલું ઊંચું તાપમાન નોંધાયા બાદ સાંજે 5:30 વાગ્યે મેઘમહેર

રાજકોટ શહેરમાં આ વર્ષે આકરી ગરમી પડી હતી. વરસાદ ખેંચાતા લોકોને વધુ અકળામણ થઈ હતી. રવિવારે બપોરના સમયે બફારાની સાથે આકરો તાપ પડ્યો હતો અને મહત્તમ તાપમાન 40.5 ડિગ્રી સેલ્શિયસ સુધી પહોંચી ગયું હતું. જો કે સાંજે 5.30 કલાક આસપાસ વાદળો છવાયા અને છાંટા પડ્યા હતા અને 6 વાગ્યે ધોધમાર વરસાદ પડતા ઠંડક પ્રસરી ગઈ હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.