“સશક્ત અને સુપોષિત કિશોરી” અભિયાન મેળાનો શુભારંભ કરતાં પૂર્વ કેબિનેટ મંત્રી જશાભાઈ બારડ - At This Time

“સશક્ત અને સુપોષિત કિશોરી” અભિયાન મેળાનો શુભારંભ કરતાં પૂર્વ કેબિનેટ મંત્રી જશાભાઈ બારડ


“સશક્ત અને સુપોષિત કિશોરી” અભિયાન મેળાનો શુભારંભ કરતાં પૂર્વ કેબિનેટ મંત્રી જશાભાઈ બારડ

રાજ્ય સરકાર ના મહિલા અને બાળવિકાસ વિભાગ આઇસીડીએસ દ્વારા પુર્ણા યોજના અંતર્ગત “સશક્ત અને સુપોષિત કિશોરી” અભિયાન મેળાનું આયોજન પૂર્વ કેબિનેટ મંત્રી જશાભાઈ બારડ ના અધ્યક્ષ સ્થાને કરવામાં આવેલ. કરવામાં આવેલ. જેમાં કિશોરીઓમાં સ્વચ્છતા, સ્વસ્થ્ય અને તંદુરસ્ત જીવનના યોગ્ય માર્ગદર્શન હેતુ દર વર્ષે રાજ્ય સરકાર દ્વારા મેળા નું આયોજન કરવામાં આવેલ છે જે અંતર્ગત આ વર્ષે સુત્રાપાડા મુકામે કારડીયા રાજપૂત સમાજ ની વંડી માં યોજવામાં આવેલ
રાજયમાં દર વર્ષે ઘણી કિશોરીઓ કૂપોષણ ને કારણે અનેક બીમારીઓ નો ભોગ બને છે જેથી ટૉનું સ્વસ્થ્ય સારું રહે અને સશક્ત અને સુપોષિત બને તે માટે રાજ્ય સરકાર દ્વારા “સશક્ત અને સુપોષિત કિશોરી” અભિયાન મેળાનું આયોજન કરવામાં આવે છે.
આ તકે પૂર્વ કેબિનેટ મંત્રી જશાભાઈ બારડે જણાવેલ કે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા મહિલા શસક્તિકરણ માટે અનેક યોજનાઓ કાર્યરત છે તેમજ તમામ કિશોરીઓ આ પ્રકારની યોજનાઓનો લાભ લ્યે અને સશક્ત બની ભારત ના વિકાસમાં સહયોગી બને તે માટે આશા વ્યક્ત કરી હતી.
આ તકે પૂર્વ કેબિનેટ મંત્રી જશાભાઈ બારડની સાથે સુત્રાપાડા તાલુકા પંચાયતના પ્રમુખ અસવિનભાઇ પરમાર તેમજ ઉપપ્રમુખ ખીમભાઈ વાજા ઉપરાંત કારોબારી ચેરમેન વાઢિયાભાઇ, સુત્રાપાડા તાલુકા પંચાયત સદસ્ય રામભાઇ વાઢેર, ICDS ના અધિકારી તેમજ CDPO મેડમ તેમજ મેડિકલ હેલ્થ ઓફિસર અને ખેતીવાડી શાખા ના અધિકારી કર્મચારીઓ તેમજ આંગણવાડી ના બહેનો તેમજ લાભાર્થીઓ બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા

રીપોર્ટ દીપક જોશી પાચી ગીર સોમનાથ...9825695960.....


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.