"ઊના શહેરના વિવિધ વિકાસ કામોનું ખાત મુહૂર્ત ધારાસભ્ય કે.સી.રાઠોડ નાં હસ્તે કરાયું"(જીતેન્દ્ર ઠાકર ઊના) - At This Time

“ઊના શહેરના વિવિધ વિકાસ કામોનું ખાત મુહૂર્ત ધારાસભ્ય કે.સી.રાઠોડ નાં હસ્તે કરાયું”(જીતેન્દ્ર ઠાકર ઊના)


ઉના નગરપાલિકા તથા ધારાસભ્યકે સી રાઠોડના સતત પ્રયત્નોથી શહેરના મધ્ય માંથી પસાર થતો નેશનલ હાઈવે ઓથોરીટી હસ્તકનો રસ્તો હાલમાં નગરપાલિકાને સોંપવામાં આવેલ છે. આ રસ્તાનું રૂા. 12.50 કરોડના ખર્ચે નવીનીકરણના કામોનું ખાતમુહુર્ત સહિત

ભાવનગર રોડ બાયપાસથી વેરાવળ રોડ બાયપાસ સુધીનો રસ્તો ટ્રાફીકને ધ્યાનમાં રાખી ડબલ પટી બનાવવાનું કામ હાથ ધરવામાં આવશે. આ રસ્તાની બન્ને બાજુ વરસાદી પાણીના નિકાલની ગટર, વચ્ચેના ભાગે સ્ટ્રીટ લાઈટ, ત્રિકોણબાગ તેમજ ટાવર ચોક પાસે સર્કલ બન્ને સાઈડમાં ફુટપાથ તથા ડીવાઈડર સાથેની સુવિધા,

ઉના નગરપાલિકા વિસ્તારમાં ભુગર્ભ ગટર યોજના ફેઇઝ-૧ ના કામો પુર્ણ થયેલ છે. હાલમાં ભુગર્ભ ગટર યોજના ફેઈઝ-૨ ના રૂા. 42.00 કરોડના કામો મંજુર થયેલ છે. આગામી સમયમાં ભુગર્ભ ગટર કનેકશન વિહોણા તમામ મિલ્કતોમાં ભુગર્ભ ગટર કનેકશન આપવાની કામગીરી, ભુગર્ભ ગટર યોજના ફેઈઝ-રમાં જુના ગામતળ વિસ્તારમાં આવેલ કોળીવાડા, કુંભારવાડા, ચંદ્રકિરણ સોસાયટી, સિન્ધી સોસાયટી, શેઠવાડા, બ્રાહમણશેરી, લુહાર ચોક, ભોયવાડા, મોચીવાડા, મુખ્યબજાર, માળીવાડા, ધોબીવાડા વિગેરે તેમજ સોસાયટી વિસ્તારમાં ભુગર્ભ ગટર કનેકશન વિહોણા વિસ્તારો જેવા કે જશરાજ નગર, ગોલ્ડન સીટી, સમારા સોસાયટી, ગુલમહોર સોસાયટી, ગ્રીન પાર્ક, બેન્ક સોસાયટી, હરીઓમ સોસાયટી, ગોપાલનગર, બંસીધર સોસાયટી, દુધેશ્વર પરા, અક્ષર રેસીડન્સી વિગેરેમાં ભુગર્ભગટર યોજના ફેઈઝ-૨માં કનેકશનો આપવાના કામો નાં ખાતમુહૂર્ત પરેશભાઈ બી. બાંભણીયા, પ્રમુખ ઉના નગરપાલિકા, દર્શનાબેન એમ. જોષી, ઉપ પ્રમુખ ઉના નગરપાલિકા તથા નગર પાલિકાના સદસ્યો, જયદેવભાઈ જે. ચૌહાણ, ચીફ ઓફીસર ઉના નગરપાલિકા, ચંદુભાઈ કોટેચા, મનીશભાઈ કારીયા પ્રમુખ શહેરી, ઈશ્વરભાઈ જેઠવાણી ચેરમેન, પીપલ્સ બેન્ક, વિજયભાઈ જોષી, મયંકભાઈ જોષી, ચંદ્રેશભાઈ જોષી, મિતેષભાઈ શાહ, રાજુભાઈ ડાભી, ઘનશ્યામભાઈ જોષી, બાબુભાઈ ડાભી, વિજયભાઈ રાઠોડ, સંજયભાઈ બાંભણીયા, અલ્પેશભાઈ બાંભણીયા, રાજુભાઈ ગૌસ્વામી, રામજીભાઈ વાજા, કાનાભાઈ બાંભણીયા, કાંતિભાઈ છગ, ગીરીશભાઈ પરમાર, ભોળુભાઈ રાઠોડ સહિત સહિત અગ્રણીઓ ની ઉપસ્થિતિમાં કરવામાં આવેલ.


9824469110
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image