મંગલિયાણા ગામે રસલ વાઇપર નામના સાપનું રેસ્કયુ કરી સહી સલામત રીતે છોડી દેવાયો - At This Time

મંગલિયાણા ગામે રસલ વાઇપર નામના સાપનું રેસ્કયુ કરી સહી સલામત રીતે છોડી દેવાયો


શહેરા વન વિભાગ ની ટીમ અને મણીનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન દ્વારા સંચાલિત મુક્તજીવન ડિઝાસ્ટર મેનેજમેન્ટ એન્ડ રેસ્ક્યુ ટ્રેનિંગ એકેડમી શહેરા દ્વારા રસલ વાઇપર સાપ નું રેસ્ક્યુ કરવામાં આવ્યું.

શહેરા ગ્રામ્યવિસ્તારમાં સાપ રહેણાક વિસ્તાર મા આવી જવાના કિસ્સાઓ સામે આવતા હોય છે ત્યારે આજ મંગલિયાણા ગામના પટેલ રમણભાઈ ગેધાલભાઈ ના ઘર ના આંગળામાં રસલ વાઈપર સાપ આવી ગયો હતો . જેની જાણ ગ્રામ્ય વિસ્તારના લોકો દ્વારા વન વિભાગને કરવામાં આવી હતી. અને આર.એફ.ઓ આર.વી પટેલ સાહેબના માર્ગદર્શન હેઠળ વન વિભાગ ની ટીમ ફોરેસ્ટર જેં.વી પુવાર અને મુક્તજીવન ડિઝાસ્ટર મેનેજમેન્ટ એન્ડ રેસ્ક્યુટ ટ્રેનિંગ એકેડમી ના મનજીત વિશ્વકર્મા તેમજ તેમની ટીમ દ્વારા રસલ વાઇપર સાપ નું રેસ્ક્યુ કરીને સહી સલામત વિજાપુર વિસ્તારના જંગલ માં છોડી દેવામાં આવ્યો હતો.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.