બોટાદ પોલીસ સ્ટેશન બેઇઝ સપોર્ટ સેન્ટરની સરાહનિય કામગીરી
બોટાદ પોલીસ સ્ટેશન બેઇઝ સપોર્ટ સેન્ટરની સરાહનિય કામગીરી
ફોટો વાઇરલ કરવાની ધમકી આપતાં યુવકને કાઉન્સેલિંગ દ્વારા કાયદાકિય માર્ગદર્શન અપાયું
બોટાદ પોલીસ સ્ટેશન બેઇઝ સપોર્ટ સેન્ટર પર અરજદાર દ્વારા લિવઈન રિલેશનશીપની અરજી આપવામાં આવી હતી. અરજદારનું કાઉન્સેલિંગ કરતાં યુવતીએ જણાવ્યું હતું કે, તેમનો ત્રણ મહિનાનો પ્રેમ સંબંધ હતો તેમજ યુવક તેમના ફોટા વાઇરલ કરવાની ધમકી આપતો હતો. ઉપરાંત તમામ ઓરિજનલ ડોક્યુમેન્ટ જેમકે, આધારકાર્ડ, લિવિંગ સર્ટિફિકેટ, જન્મતારીખનો દાખલો લઇને લિવઈનના કાગળ પર જબરજસ્તી સહી કરાવવામાં આવી હતી. આ અરજીના અનુસંધાને કાઉન્સેલર દ્વારા યુવકને રૂબરૂ બોલાવી કાયદાકીય સલાહ-સૂચન અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. બંને પક્ષની મિટિંગ કરાવવામાં આવી હતી. અરજદાર યુવતી હવે યુવક સાથે જવા માંગતા ન હતા અને તેમના તમામ ડોક્યુમેન્ટ પાછા મેળવવા માંગતા હતા, આ બાબતે કાઉન્સેલરને જણાવતા તેમણે કાઉન્સેલિંગ દરમિયાન યુવક અને તેમનાં વડીલોને કાયદાકીય સમજ આપી બંને પક્ષનું માન સચવાય રહે તે ધ્યાને રાખી અરજદારની ઈચ્છા મુજબ મૈત્રી કરાર ફોક કરવાની પ્રક્રિયા કરી હતી. સાથોસાથ સતત ફોલોઅપ રાખી યુવતીનાં તમામ ડોક્યુમેન્ટ પણ પોસ્ટ દ્વારા પર મેળવી આપવામાં આવ્યા હતા. જેથી અરજદાર અને તેમના પરીવારજનોએ બોટાદ પોલીસ સ્ટેશન બેઇઝ સપોર્ટ સેન્ટરનો આભાર વ્યક્ત કર્યો હતો.
રિપોર્ટ અસરફ જાંગડ
9998708844
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.