આવતીકાલે અષાઢી બીજ ના દિવસે ભાદર નદીના કાંઠે આવેલ સમસ્ત-લુહાર સુથાર જ્ઞાતિના કુળદેવી શ્રી મહાસતી લોયણ માતાના આટકોટ ખાતે આવેલા મંદિરે પ્રતિ વર્ષની જેમ આષાઢીબીજ મહોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવશે
આવતીકાલે અષાઢી બીજ ના દિવસે ભાદર નદીના કાંઠે આવેલ સમસ્ત-લુહાર સુથાર જ્ઞાતિના કુળદેવી શ્રી મહાસતી લોયણ માતાના આટકોટ ખાતે આવેલા મંદિરે પ્રતિ વર્ષની જેમ આષાઢીબીજ મહોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવશે આ મહોત્સવ પ્રસંગ નિમિતે વિવિધ ધાર્મીક કાર્યક્રમની ઉજવણી થશે જેમાં સવારે 6:15 વાગ્યે યજ્ઞનો હેમાદ્રીથી પ્રારંભ થશે 6:30 કલાકે ગ્રહશાંતિ, 7 વાગ્યે યજ્ઞનો પ્રારંભ થશે બપોરે 12:30 વાગ્યે બીડું હોમાસે ત્યારબાદ બપોરે 2 વાગે ભવ્ય શોભા યાત્રા નીકળશે સાંજે ચાર વાગ્યાથી મહાપ્રસાદનો પ્રારંભ થશે તેમજ રાત્રે ભવ્ય સંતવાણી નું પણ આયોજન ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું છે જેમાં શૈલેષ પીઠવા, પ્રવીણ કવૈયા, આશાબેન, ભરતભાઈ મકવાણા,ભુપતભાઈ ડોડીયા, રમેશભાઈ ચુડાસમા સહિતના કલાકારો ભજનની રમઝટ બોલાવશે ભાદર નદીના કાંઠે આવેલ સમસ્ત-લુહાર સુથાર જ્ઞાતિના કુળદેવી શ્રી મહાસતી લોયણ માતાના આટકોટ ખાતે આવેલા મંદિરે પ્રતિ વર્ષની જેમ આવતીકાલે અષાઢી બીજ મહોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવશે આ ઉપરાંત મહંત શ્રી વિભૂષી મહામંડલેશ્વર શ્રી ૧૦૦૮ હરિહરાનંદ ભારતીબાપુ, મહાદેવ ભારતીબાપુ તેમજ નર્મદેશ્વર આશ્રમ ટીકરના શ્રી શીલાદેવી આશીર્વાદ આપશે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.