રાજકોટમાં ભોમેશ્વર પ્લોટ, પરસાણાનગર સહિત 6 વિસ્તારમાં સરકારી બુલડોઝર ફર્યું,રૂ.1.30 કરોડની જમીન ખુલ્લી કરાઈ - At This Time

રાજકોટમાં ભોમેશ્વર પ્લોટ, પરસાણાનગર સહિત 6 વિસ્તારમાં સરકારી બુલડોઝર ફર્યું,રૂ.1.30 કરોડની જમીન ખુલ્લી કરાઈ


રાજકોટ મહાપાલિકાની ટીપી શાખાએ આજે ન્યુ રાજકોટ અને મધ્ય રાજકોટના જુદા જુદા 6 વિસ્તારમાં વોંકળા, રસ્તા અને કોર્પો.ની જમીન પર વર્ષોથી ખડકાઇ ગયેલા ઢોરવાડાના દબાણો હટાવ્યા હતા. અનેક વિસ્તારમાં ટીમો જાય ત્યારે ઢોર અન્યત્ર લઇ જવા અને બાદમાં ગેરકાયદે ઢોરવાડામાં સાચવવાની પ્રવૃત્તિ રોકવા આ ડિમોલીશન કરવામાં આવ્યું હતું.

ચુસ્ત પોલીસ અને વિજીલન્સ બંદોબસ્ત વચ્ચે 12 ઢોર પણ જપ્ત કરવામાં આવ્યા હતા. મહાનગરપાલિકાની ટાઉન પ્લાનીંગ શાખા તથા એન.એન.સી.ડી. વિભાગ દ્વારા આજે શહેરના વેસ્ટ, સેન્ટ્રલ ઝોનના વિસ્તારમાં કોર્પો.ની માલિકીની જમીન, રસ્તા પૈકી તેમજ વોંકળા પૈકીની જમીનમાં ગેરકાયદેસર દબાણ, પેશકદમીથી બનાવાયેલા ઢોરવાડા હટાવવા કાર્યવાહી કરવામાં આવી હતી. તા.17 ફેબ્રુઆરીએ આ ગેરકાયદેસર દબાણો દુર કરી, જમીન ખુલ્લી કરવા સૂચના અપાઇ હતી. તેમ છતાં આસામીઓ દ્વારા આ દબાણ દુર કરવામાં ન આવતાં આજે કુલ 6 સ્થળોએ ગેરકાયદેસર દબાણ દુર કરી, કુલ 265 ચો.મી. જમીન ખુલ્લી કરાવવામાં આવેલ છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.