પોલીસ ચેકીંગમાં નીકળી તો 3 કલાકમાં એક યુવતી સહીત 65 પીધેલા ઝડપાયા, ધોકા-છરી લઈને રોફ જમાવતા ચાર ઝબ્બે
રાજકોટ શહેરમાં રવિવારની રાત્રીના ACP, PI અને PSI સહીત 100થી વધુ અધિકારીઓ અને પોલીસ સ્ટાફ દ્વારા નવ જેટલી ટીમો બનાવી રેસકોર્સ, કોટેચા ચોક, ઈન્દીરા સર્કલ, રૈયા સર્કલ, સોરઠીયાવાડી, ચુનારાવાડ ચોક, કટારિયા ચોકડી, મવડી ચોક સહિતના વિસ્તારોમાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ ચેકીંગ દરમિયાન પોલીસે પીધેલી હાલતમાં એક યુવતી સહીત 65 શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા હતા જયારે ધોકા-છરી લઈને ‘સીન’ જમાવવા નીકળેલા ચારની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
પોલીસ દ્વારા રાત્રે 11 વાગ્યાથી શરૂ કરવામાં આવેલું ચેકિંગ મધરાત્રે બે વાગ્યા સુધી ચાલ્યું હતું જેમાં કુલ 65 લોકો પીધેલી હાલતમાં મળી આવ્યા હોવાનું જાહેર કરવામાં આવ્યું છે. જેમાં રેસકોર્સ રિંગરોડ પર પોલીસનો કાફલો હેડ ક્વાર્ટરના ગેઈટ પાસે ચેકિંગ કરવા માટે ઉભો હતો ત્યારે ત્યાંથી શંકાસ્પદ હાલતમાં પસાર થયેલી અને ખાનગી નોકરી કરતી યુવતી હિમાંશુ સુશિલ ઠાકુર (ઉ.વ.26)ને અટકાવી બ્રિથ એનેલાઈઝરથી તેનું ચેકિંગ કરવામાં આવતાં તે દારૂ પીધેલી હાલતમાં મળી આવી હતી જેથી તાત્કાલિક તેની ધરપકડ કરવામાં આવી હતી. જયારે ધોકા, છરી સહિતના હથિયારો લઈને ‘સીન’ જમાવવા નીકળેલા ચાર લોકોને અટકાવી તેમના સીન વીખી નાખવામાં આવ્યા હતા.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.