રસોઈ બાબતે 3 વર્ષનાં લગ્ન જીવનમાં તકરાર ઉભી થતા પોલીસ સ્ટેશન બેઇઝડ સપોર્ટ સેન્ટર તેમજ વુમન હેલ્પડેસ્ક ની સંયુક્ત કામગીરી દ્વારા આશરે દંપતિનું દોઢ વર્ષ બાદ સુખદ સમાધાન
(રીપોર્ટર: ચિંતન વાગડીયા)
બોટાદ જિલ્લા પોલીસ અધિક્ષક કે એફ બલોલીયા સાહેબ તેમજ બોટાદ મહિલા પોલીસ સ્ટેશન નાં થાણા અધિકારી ડી બી પલાસનાં દેખરેખ હેઠળ ચાલતું પોલીસ સ્ટેશન બેઇઝડ સપોર્ટ સેન્ટર કે જ્યાં જિલ્લા મહિલા બાળ અધિકારી આઈ આઈ મન્સૂરીનાં વિશેષ માર્ગદર્શન હેઠળ ચાલતા આ સેન્ટરમાં તાજેતર માં એક પરિણીત દંપતિ ને એક પડકાર જનક વિવાદ માંથી પસાર થવાનો લ્હાવો મળ્યો બન્ને પરિવારને અશાંતિમાં મૂકી દીધા હતા મધ્યસ્થિ, પરામર્શ અને આત્મવિશ્વાસનિય સમર્થન દ્વારા અમે તેમને દોઢ વર્ષ બાદ ફરી થી ભેગા કરવામાં અને ઉજ્જવળ ભવિષ્ય માટે માર્ગ મોકળો કરવામાં સક્ષમ બન્યા.
બોટાદ પોલીસ સ્ટેશન બેઇઝડ સપોર્ટ સેન્ટર પર એક અરજદાર પોતાની મનોવ્યથા લઈને આવેલા જેમાં જણાવેલ કે પેહલા લગ્નમાં પતિ દ્વારા નશાની હાલતમાં મારજુડ તેમજ બાળક બાબત એ માનસિક ત્રાસ આપતાં અંતે 7 વર્ષ બાદ ઘર મેળે છુટા છેડા થયેલા ત્યાંર બાર સમય જતા જ્ઞાતિના રીત રિવાજ મુજબ ફૂલહાર કરવામાં આવેલા જે લગ્ન જીવનને 3 વર્ષ નો સમયગાળો થયેલ આશરે દોઢ વર્ષ બાદ પતિ દ્વારા મમરા નાં લાડવા તેમજ રસોઈ બાબતતે કંકાસ કરેલ ઉપરાંત ઘરકામ તેમજ રસોઈ નાં ફોટા તેમજ વિડિઓ પિયર પક્ષના સભ્યો ને મોકલી અરજદાર ને પતિ દ્વારા તેમના પિયરમાં સોંપી દીધેલ ઘર મેળે અરજદાર નાં પિયર પક્ષના સભ્યો દ્વવારા ઘરમેળે અથાગ પ્રયત્નો કરવા છતાં સાસરી પક્ષનાં સભ્યો દ્વવારા પ્રત્યુત્તરનાં મળતા બન્ને કાઉન્સેલર રીનાબેન વ્યાસ રિંકલબેન મકવાણા દ્વવારા અરજદારને માનસિક સાંત્વના આપવામાં આવેલ સાસરી પક્ષનાં સભ્યોને પરામર્શ માટે બોલાવી મહિલા પોલીસ સ્ટેશન સ્થિત કાર્યરત વુમન હેલ્પડેસ્કનાં કર્મચારી ચૌહાણ મુકેશભાઈ સાથે સંકલન માં રહી બન્ને પક્ષની લાંબાગાળાની વાટાઘાટો દરમ્યાન અંતે દોઢ વર્ષ થી વિખુટા પડેલ દંપતીનું સુખદ સમાધાન થતા બન્ને પક્ષ દ્વારા ગુજરાત પોલીસ તેમજ મહિલા બાળ વિકાસ વિભાગ નો હૃદય પૂર્વક આભાર વ્યક્ત કરેલ.
ઘરેલુ વિવાદો ભારે હોઈ શકે છે પરંતુ આશા રહે છે જો તમે તેમજ તમારા જાણીતા કોઇ સમાન પડકારો નો સામનો કરી રહ્યા છો તો સંપર્ક કરો સાથે મળીને આપણે સબંધો ફરી થી બનાવી શકીયે છીએ પુનઃસ્થાપન દ્વાર જરૂરિયાતમંદ પરીવાર માટે વધુ સારી આવતીકાલ બનાવી શકીયે છીએ.
આ પ્રકારના તમામ સમાચાર માટેે
