નર્સને સરકારી નોકરીની લાલચ આપી 2. 50 લાખ પડાવી લીધા. - At This Time

નર્સને સરકારી નોકરીની લાલચ આપી 2. 50 લાખ પડાવી લીધા.


સરકારી નર્સ તરીકે નોકરી આપવાના બહાને ઠગે મહિલા નર્સ પાસેથી 2 . 50 લાખ પડાવી લીધા હતા અને નોકરીની પણ કોઈ ખાત્રી નહોતી આપી . જેથી મહિલાએ ઠગ વિરુદ્ધ ફતેગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી . છાણી જકાતનાકા પાસે રહેતી કાજલ આહિર ખાનગી હોસ્પિટલમાં નર્સ તરીકે ફરજ બજાવે છે . છેલ્લા કેટલાક સમયથી તેઓ સરકારી નર્સ તરીકે જોડાવવા માગતાં હતાં , જેથી તેમના મિત્ર દિનકર જાધવે જણાવ્યું હતું કે , તું નોકરી માટે અરજી કરી દે , નોકરી મળી જશે અને જો આ બાબતે પૈસાની જરૂર પડશે તો તે આપશે . જેથી કાજલે અરજી કરી દીધી હતી અને બાદમાં દિનકરે સચિન પટેલ સાથે કાજલની ઓળખાણ કરાવી હતી . સચિને કાજલને જણાવ્યું હતું કે , જો તમારે નોકરી જોઈતી હોય તો તમારા બધા પ્રમાણપત્ર મોકલી દો અને આ કામના 2. 50 લાખ રૂપિયા થશે . કાજલે સચિનની મુલાકાત કરી હતી અને દિનકરે પણ કાજલને વિશ્વાસ અપાવ્યો હતો કે , સચિન કામ કરી દેશે , જેથી કાજલને પણ સચિન પણ વિશ્વાસ બેઠો હતો . સચિને કાજલને બ્લેન્ક ચેકનો ફોટો મોકલીને કહ્યું હતું કે , તે જ્યારે કહે ત્યારે આ એકાઉન્ટ નંબર પર પૈસા મોકલી દેજો . જેથી કાજલે તબક્કાવાર 2. 50 લાખ ઓનલાઇન ટ્રાન્સફર કરી આપ્યા હતા . જોકે બાદમાં કાજલ દ્વારા નોકરીનું પૂછવામાં આવતાં સચિન દ્વારા કોઈ પણ સંતોષકારક જવાબ આજદિન સુધી અપાયો નથી અને નોકરી અંગે પણ કોઈ જાણકારી ન મળતાં કાજલે સચિન પટેલ વિરુદ્ધ ફતેગંજ પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી .


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.