વિસાવદર તાલુકાના ઝાંઝેસર ગમે સર્વત્ર મેઘ રાજાની મહેર
વિસાવદર તાલુકાના ઝાંઝેસર ગમે સર્વત્ર મેઘ રાજાની મહેરવિસાવદર શહેર ના ઝાંઝેસર ગામે આજે સવાર થી તેમજ આજુ બાજુના ગામડાઓમાં છેલ્લા બે દિવસથી મેઘ રાજાની મહેર થઇ હોય તેમ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. ઝાંઝેસાર મ માં આજે બે દિવસમાં લગભગ 1ઈંચ જેટલો વરસાદ પડ્યો છે જેના કારણે નદી માં હજુ પૂર સ્થિતિ સરજાણી નથી વોકળામાં પૂર આવ્યા છે. વિસાવદર, ઝાંઝેસર સતાધાર, પ્રેમપરા, મોણપરી, મોણીયા, કાલસારી, રાજપરા, વગેરે આજુ બાજુના વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ ચાલુ છે. તો બીજી તરફ આ વરસાદને કારણે રસ્તાઓનું ઘોવાણ પણ થઇ ગયેલ છે. જેના કારણે રસ્તા ઉપર ચાલતા વાહનોને ખાડા ખબડાને કારણે ભારે મુશ્કેલી વેઠવી પડે છે. શહેરમાં જાહેર માર્ગો ઉપર મોટા મોટા ખાડા જોવા મળ્યા છે. ત્યારે, વર્તમાન તંત્ર આ બાબતે ધ્યાંન દોરે તેવી પણ માંગણી થઇ રહી છે. આમ, વિસાવદર તાલુકાના ગામડા ઓમાં મેઘ રાજાની મહેર થઇ છે. રિપોર્ટરભનુભાઇ સાસિયા વિસાવદર
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.