અરવલ્લી જિલ્લામાં કરવામાં આવી ‘રાષ્ટ્રીય મતદાતા દિવસ ‘ઉજવણી
ભારત દેશમાં આજે 14મો રાષ્ટ્રીય મતદાતા દિવસ ઉજવાઈ રહ્યો છે.2011થી ભારતમાં દર વર્ષે 25 જાન્યુઆરીએ રાષ્ટ્રીય મતદાતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ECIની સ્થાપના 25 જાન્યુઆરી 1950ના રોજ કરવામાં આવી હતી.રાષ્ટ્રીય મતદાતા દિવસ ઉજવવામાં આવે છે તેના પાછળનો ઉદેશ્ય છે,યુવા મતદારોને પ્રોત્સાહિત અને સન્માનિત કરીને અને મતદાર નોંધણીમાં વધારો કરીને ચૂંટણીમાં લોકોની ભાગીદારીને પ્રોત્સાહન આપવાનો છે. તેનો ઉપયોગ મતદારોમાં જાગૃતિ ફેલાવવા અને ચૂંટણી પ્રક્રિયામાં જાણકાર સહભાગિતાને પ્રોત્સાહન આપવા માટે પણ થાય છે. આ દિવસ રાષ્ટ્રીય, રાજ્ય, જિલ્લા, મતવિસ્તાર અને મતદાન મથક સ્તરે ઉજવવામાં આવે છે, જે તેને દેશની સૌથી મોટી ઉજવણીમાંથી એક બનાવે છે.આ વર્ષની થીમ માટેનો લોગો એવી રીતે ડિઝાઇન કરવામાં આવ્યો છે કે તે ઉત્સવ અને ચૂંટણી પ્રક્રિયાની સર્વસમાવેશકતા દર્શાવે છે. પૃષ્ઠભૂમિમાં અશોક ચક્ર વિશ્વની સૌથી મોટી લોકશાહીનું પ્રતિનિધિત્વ કરે છે, જ્યારે શાહીવાળી આંગળી દેશના દરેક મતદારની ભાગીદારીનું પ્રતિનિધિત્વ કરે છે. લોગોમાં ટિક માર્ક મતદાર દ્વારા જાણકાર નિર્ણય લેવાનો અર્થ થાય છે.અરવલ્લી જિલ્લા કલેક્ટરશ્રી પ્રશસ્તિ પારીક દ્વારા સંબોધન કરતા જણાવાયું ; ‘રાષ્ટ્રીય મતદાતા દિવસની શુભકામના આપતા જણાવ્યું કે ,આજે નવા મતદાતાઓ હાજર છે ત્યારે આપને જણાવું કે મતદાતા અને મતદાન નું મહત્વ કેટલું છે,ખૂબજ મોટા પાયે કોઈપણ ઈલેકશન કરવામાં આવે છે અને સૌથી મહત્વનો રોલ વોટર્સનો છે અને જે પોતે ખૂબજ સહજતાથી અને સ્વતંત્રતાથી પોતાનો મતદાન નો અધિકારનો ઉપયોગ કરી શકે છે.એક વોટની કિંમત થી સરકાર બને છે.તેવો મહત્વનો અધિકાર આપને મળે છે.તો આજે હું સૌ મતદાતાઓને પોતાનો મતદાનનો અધિકારનો ઉપયોગ અચૂક કરવા માટે આહવાન કરું છું. આજે આપણે ૨૦૨૪ ની રાષ્ટ્રીય મતદાતા દિવસની થીમ ‘વોટિંગ જેવું કંઈ નથી, હું નિશ્ચિત રુપથી મત આપું છું’, તે દિવસની ઉજવણી કરી રહ્યા છીએ,જે ગયા વર્ષની થીમથી આગળ છે અને આપણા મતની શક્તિ દ્વારા ચૂંટણી પ્રક્રિયામાં ભાગ લેવાની વ્યક્તિની લાગણી અને આકાંક્ષાને વ્યક્ત કરે છે. મતદાન અચૂક કરવું જોઈએ અને લોકશાહીના પર્વમાં ભાગીદાર બનવું જોઈએ. આજે યુવા મતદાતા સૌથી મહત્વનો ભાગ ભજવે છે.આપ દેશનું ભવિષ્ય છો અને દેશના સૌથી મોટો લોકશાહીનો અવસરમાં આપ ભાગ બનશો તે ગૌરવની વાત છે. કાર્યક્રમમાં ચૂંટણીલક્ષી અને મતદારયાદીમાં વિશિષ્ટ કામગીરી કરનાર કર્મઠ અધિકારીશ્રીઓ તેમજ કર્મચારીશ્રીઓને અને નવા યુવા મતદારોને ,pwd,સિનિયર સિટીઝન મતદારો,સેવા મતદારોને સન્માનપત્ર એનાયત કરવામાં આવ્યુ.કાર્યક્રમમાં બાયડ પ્રાંતઅધિકારીશ્રી,નાયબ ચૂંટણી અધિકારીશ્રી,મામલતદારશ્રી મોડાસા,અન્ય વિભાગના અધિકારીશ્રીઓ અને મોટી સંખ્યામાં યુવાનો અને નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.
9879861009
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.