કમલાબાગ થી નિરમા ફેકટરી તરફ જતા સિમેન્ટ રોડની હાલત અત્યંત બિસ્માર બની - At This Time

કમલાબાગ થી નિરમા ફેકટરી તરફ જતા સિમેન્ટ રોડની હાલત અત્યંત બિસ્માર બની


પોરબંદરના છાંયાચોકી થી ભનુની ખાંભી તરફ જતા હેવી ટ્રાફિકથી વ્યસ્ત એવા રોડ ઉપર આવેલ પેટ્રોલ પંપ અને પટેલ સમાજની વચ્ચેના રોડ ઉપર મસમોટા ખાડા જે છ થી આઠ ઇંચની ઊંડાઇના તંત્રની બેદરકારી અને નબળા મટીરીયલ્સને લીધે જોવા મળે છે, જેમા લોખંડના સળીયા બહાર આવી જતા જેને કારણે વાહનો ઉપરાંત આમ જનતાની જાનહાનીની દહેશત પ્રત્યક્ષ નજરે ચડે છે,તે માટે તંત્ર આંખ આડા કાન કરે છે, નક્કી કોઈ મોટી જાનહાની થવાની રાહ જોવાતી હોય તેમ લાગે છે. ક્યાંક ક્યાંક નબળા પેચવર્કમાં પણ માટી, કાંકરી અને ઉપર છલ્લી સિમેન્ટ કે આછો આછો ડામર છાંટી કામ કરવામાં આવેલ છે જે તંત્ર પણ ધ્યાને લેતું નથી એ બહુ જ શરમજનક બાબતને પ્રજા એ ક્યાં સુધી સહન કરવાનું રહેશે?તેમ જણાવ્યુ હતુ.


8511444689
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.