સમ્રાટ અશોક વિજ્યા દશમી અને ધમ્મ ક્રાંતિ દિન નિમિતે ધમ્મ પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું
સમ્રાટ અશોક વિજ્યા દશમી અને ધમ્મ ક્રાંતિ દિન નિમિતે ધમ્મ પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું
તા.૨૪/૧૦/૨૩ સાંજે ૫ થી ૮ સુધી ભારતીય બૌદ્ધ મહાસભા.બોટાદ અને સમતા એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટનાં ઉપક્રમે બોટાદ શહેરમાં પ્રથમ ઐતિહાસિક અશોક વિજ્યા દશમી નિમિત્તે સમ્રાટ અશોક ધમ્મ પદયાત્રા નીકળી હતી.જેમાં જયંતીભાઈ ચાવડા(સુનીલ ગેસ એજન્સી બોટાદ)સી.એલ.ભીકડીયા મુક્તિધામ બોટાદ દ્વારા સાંજે ૫ વાગે મુક્તિધામ પરીસરમાં આવેલ અશોક સ્થંભ થી પ્રસ્થાન કરાવવામાં આવી હતી ધમ્મ પદયાત્રા બોટાદ શહેરનાં મુખ્યમાર્ગ જ્યોતિગ્રામ સર્કલ,દીનદયાળ ચોક,ટાવર રોડ,રેલવે અંડર બ્રિઝ,ખસ રોડ થી રાજગૃહ ખાતે ત્રિશરણ.પંચશીલ.બુદ્ધ વંદના અને જાહેર ધમ્મ સભાનું આયોજન કરેલ જેમાં ઉપસ્થિત સંગઠનના પ્રતિનિધિઓને પ્રવિણભાઇ કાઠીયાવાડી. સરલ મોરી.કિર્તિભાઈ ચાવડા.મંજીભાઈ સોલંકી.મહેશભાઈ ચાંચિયા.વિરજીભાઈ ચાવડા.પ્રિતેશભાઈ ચાવડા.અશ્વિનભાઈ મેરીયા.હરગોવિંદભાઈને સમ્રાટ અશોક મહાનનો ફોટો આપીને સન્માનિત કરવામાં આવેલ સમ્રાટ અશોક વિજ્યા દશમી મહોત્સવ બૌદ્ધ જગતમાં અનેરું મહત્વ ધરાવે છે.આ દિવસે સમ્રાટ અશોક તથાગત ગૌતમ બુદ્ધનાં ધર્મના માર્ગે રાજ કરવાની પ્રતિજ્ઞા લીધી હતી અને આજ દિવસે બોધિસત્વ ડો,બાબાસાહેબ આંબેડકરે નાગપુર મધ્યે પોતાના લાખો અનુઆયીઓ સાથે બૌદ્ધ ધમ્મની દિક્ષા ગ્રહણ કરી હતી જેથી આ દિવસને ધમ્મ ક્રાંતિ દિવસ તરીકે પણ ઓળખવામાં આવે છે બોટાદ શહેરમાં સૌપ્રથમ આ દિવસ ઉજવાયો હતો ધમ્મ પદયાત્રાનું આયોજન પરેશભાઈ રાઠોડ ઉર્ફ બોધિરાજ બૌદ્ધ.વિઠ્ઠલભાઈ મૌર્ય.હરેશભાઇ પરમાર ઉર્ફ કરૂણાકર બૌદ્ધ દ્વારા કરવામાં આવેલ ધમ્મ યાત્રામાં અલગ અલગ સંગઠનના પ્રતિનિધિ જોડાઈને ધમ્મ પદયાત્રાને સફળ બનાવવામા આવી હતી બોટાદમાં અશોક વિજ્યા દશમીની બૌદ્ધ પરંપરા પ્રમાણે ઉજવણી કરવામાં આવી હતી.
બોટાદ બ્યુરો: ચિંતન વાગડીયા
મો:૮૦૦૦૮૩૪૮૮૮
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.